ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 37,154 કેસ સામે આવ્યા … 

 

   કેન્દ્રસરકારે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યયું હતું કે, પર્યટન સ્થળો, માર્કેટ, ધર્મસ્થળો વગેરે જગ્યાે લોકો મોટી સંખ્યામાં એકઠા થતાં હોવાનું જોવા મળી રહ્યું છે. તે જોતાં એવું લાગી રહ્યું છે કે ત્રીજી લહેર દેશમાં આવી શકે છે અને આવા લોકો સુપર  સ્પ્રેડર બની શકે છે. ઈન્ડિયન મેડિકલ એસોસિયેશને કહ્યું હતું કે, તહેવારોની ઉજવણી તેમજ ધાર્મિક સ્થાનો ખૂબ જ મહત્વના છે. આ સ્થળો પર લોકોએ એકઠા ના થવું જોઈએ. આ એસોસિયેશને લોકોને ટોળે ના વળવાની – બની શકે તો આવા સ્થળોની મુલાકાત ન લેવાની લોકોને સલાહ આપી છે. રાજ્યોના વહીવટીતંત્રને પણ વિનંતી કરી છેકે, તે નિયમોનું યોગ્ય પાલન થાય તેની તકેદારી રાખે. 

 કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, દેશની દરેક હોસ્પિટલોમાં કોરોના જેવી મહામારી સામે પહોંચી વળવા જરૂરી તમામ સુવિધાઓ  પહોંચતી કરવા સરકાર કાર્યવાહી કરી રહી છે. આગામી છ મહિના દરિમયાન આ સુવિધાઓ પહોંચતી કરવાની વ્યવસ્થા કરવામાં આવશે. સરકારે ઈમરજન્સીની સ્થિતિને પહોંચી વળવા માટે રૂપિયા 25 હજાર કરોડના પેકેજને મંજૂરી પણ આપી દીધી દરેક જિલ્લામાં ઈમરજન્સી સમયે ઉપયોગી ઓકસિજન જેવી સુવિધાની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સરકાર રસીકરણ અભિયાન ચલાવી રહી છે. લોકોને રસી મૂકાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here