ભારતમાં આઝાદીના 75મા વરસે આઝાદી કા મહોત્સવ : 12 માર્ચે વડાપ્રધાનની ઉપસ્થિતિમાં સાબરમતી આશ્રમ, અમદાવાદ ખાતે કર્ટેઈન રેઝઈરનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે….

 

 ભારતની આઝાદીના 75મા વરસની ઉજવણી વિશેષરૂપે કરવામાં આવી રહી છે. આ ઉજવણી અંતર્ગત, સમગ્ર દેશમાં આગામી 75 અઠવાડિયા દરમિયાન 75 કાર્યક્રમો યોજવામાં આવશે. આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમને મુખ્ય હેતુ દેશભરમાં ભાષા અને રાજયવાર જન- જાગૃતિ થાય, ભારતનો ભવ્ય અને ગૌરવપૂર્ણ ઈતિહાસ ઉજાગર થાય. લોકો દેશના વિકાસમાં રસ લે, પોતાનું યોગદાન આપે એ ઉદ્દેશથી આ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. 

     12મી માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતની તાકાત વૈશ્વિક સ્તરે વધુ વ્યાપક બનાવવા  તેમજ જનભાગીદારીથી રાષ્ટ્રનો વિકાસ કરવા માટે શતાબ્દિ સંકલ્પ 2047 લેવડાવશે. ગુજરાતમાં આ ઉજવણીને સુંદર રીતે મનાવવાના   આયોજનરૂપે સમગ્ર રાજ્યમાં 75 જેટલાં સ્થળોએ વિવિધ કાર્યક્રમો, મહાનુભાવો, મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો તેમજ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં યોજવામાં આવશે. રાજ્યના વિવિધ વિવિધ જિલ્લાઓના કલેકટરો અને વહીવટીતંત્રના અધિકારીઓ કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે. અમદાવાદમાં મુખ્ય કાર્યક્રમની સાથે દરેક જિલ્લામાં એક કાર્યક્રમ ઉપરાંત કરમસદ, રાજકોટ, બારડોલી, પોરબંદર અને માંડવી ખાતે ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડી સુધી પ્રતીક દાંડીયાત્રા યોજવામાં આવશે. આ યાત્રા દરમિયાન દરેક મથકે કૂચ કરનારાઓનું સ્વાગત કરવામાં આવશે. આઝાદીના લડવૈયાઓને શ્રધ્ધાંજલિનો કાર્યક્રમ, દેશભક્તિના ગીતો . ભજન કાર્યક્રમો, નાટ્ય પ્રવૃત્તિઓ , જાણીતા વક્તાઓ દ્વારા વેબિનાર  તથા પ્રવચન શ્રેણીઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ શહેરના કોચરબ આશ્રમ, ગુજરાત વિદ્યાપીઠ ખાતે પણ સાબરમતી આશ્રમના મુખ્ય કાર્યક્રમની સાથે જ ઉજવણી કાર્યક્રમ યોજવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here