ગુજરાત સરકારે Google સાથે સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ MoU સાઈન કર્યા

 

ગાંધીનગર: ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામને વેગ આપવા ગુજરાત સરકારે ગૂગલ સાથે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ MoU કર્યા હતા. ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ઇન્ટરનેટ ક્ષેત્રની વિશ્ર્વ પ્રતિષ્ઠિત કંપની ગુગલ અને ગુજરાત સરકાર વચ્ચે મહત્વપૂર્ણ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. રાજયના સાયન્સ ટેક્નોલોજી વિભાગના સચિવ વિજય નહેરા અને ગુગલના વાઈસ પ્રેસિડન્ટ તથા કન્ટ્રી હેડ સંજય ગુપ્તાએ MoU પર હસ્તાક્ષર કરી પરસ્પર આપ-લે કરી હતી.

આ પ્ંશ્ અંતર્ગત ગુજરાતની ગ્રામીણ મહિલાઓ, શાળાએ જતાં બાળકો અને યુવા ઉદ્યોગસાહસિકોને ગુગલ અને રાજ્ય સરકાર સંયુક્ત રીતે ઇન્ટરનેટના યોગ્ય ઉપયોગ સહિત ઇન્ફર્મેશન ટેક્નોલોજીના ઉપયોગથી સામાજિક-આર્થિક પરિવર્તન માટે સજ્જ બનાવશે. 

દર વર્ષે અંદાજે પચાસ હજાર જેટલા નાગરિકોને તાલીમ આપવામાં આવશે. એટલું જ નહિ ગ્રામીણ મહિલાઓમાં ડિજિટલ લિટરસી વધારવાની સાથે વિદ્યાર્થીઓ અને યુવાઓના સ્કીલિંગ ડેવલપમેન્ટને વધુ વેગ મળે તે માટેના તાલીમ સત્રોનું આયોજન કરવામાં આવશે.

આ પ્રસંગે મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલે ગુજરાત સાથે ગૂગલનું નામ જોડાય અને દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત વધુ વૈશ્ર્વિક પ્રતિષ્ઠા મેળવે તે માટે ગૂગલને રાજ્ય સરકારના સંપૂર્ણ સહયોગની તેમણે ખાતરી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here