સંસદમાં ચોમાસુ સત્રમાં રાહુલ ગાંધીનું વકતવ્ય

નવી િદલ્હીઃ સંસદમાં ચોમાસુ સત્રમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા ચાલી રહી છે. રાહુલ ગાંધીએ કોંગ્રેસ તરફથી ચર્ચાની શરૂઆત કરી હતી, ભાષણ પૂરું કરીને રાહુલ ગાંધી રાજસ્થાન જવા રવાના થયા હતા. સ્મૃતિ ઈરાનીએ આક્રમક જવાબ આપતાં અદાણીનો પણ ઉલ્લેખ કર્યો હતો. સાંજે 5 વાગ્યે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં સંબોધન કર્યું હતું.
રાહુલ ગાંધીએ તેઓના સંબોધનમાં જણાવ્યું હતું કે, કેટલાક દિવસો પહેલાં હું મણિપુર ગયો. આપણા પ્રધાનમંત્રી મણિપુર ગયા નથી, કારણ કે તેમના માટે મણિપુર ભારતમાં નથી. સચ્ચાઈ એ છે કે મણિપુર તૂટ્યું છે, મણિપુર બચ્યું નથી. હું ત્યાં રિલીફ કેમ્પમાં ગયો. મણિપુરમાં રિલીફ કેમ્પમાં મહિલાઓ સાથે વાત કરી.
એક મહિલાએ મને કહ્યું, મારો એક જ દીકરો હતો. મારી સામે જ તેને ગોળી મારી દીધી. હું આખી રાત તેની લાશ પાસે સૂતી રહી. મારી પાસે મારાં કપડાં સિવાય કાંઈ નથી અને એક ફોટો માત્ર છે. એક બીજું ઉદાહરણ આપું. બીજા કેમ્પમાં એક મહિલાને મેં પૂછ્યું, તારી સાથે શું થયું. મેં સવાલ પૂછ્યો, તારી સાથે શું થયું? એક સેકન્ડમાં તે ધ્રૂજવા લાગી ને બેભાન બની ગઈ. આ લોકોએ મણિપુરની જ નહીં, હિન્દુસ્તાનની હત્યા કરી છે.
રાહુલ ગાંધીને સ્પીકરે ટોક્યા, ભારત માતા વિશે બોલવામાં સંયમ કરો. રાહુલે કહ્યું, ભારત માતા મારી મા છે અને તેની હત્યા થઈ છે. જો નરેન્દ્ર મોદીજી હિન્દુસ્તાનનો અવાજ નથી સાંભળતા, તો બે લોકોનો અવાજ સાંભળે છે. રાવણ પણ બે લોકોની જ વાત સાંભળતા. નરેન્દ્ર મોદી બે લોકોની જ વાત સાંભળે છે. એક અમિત શાહ અને બીજા અદાણી.
જવામાં અિમત શાહે જણાવ્યું હતું કે, આઝાદી પછી એકપણ રજા લીધા વગર 24માંથી 17 કલાક કામ કરનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. આઝાદી પછી સૌથી વધારે પ્રવાસ કર્યો. નરેન્દ્ર મોદી સરકારે પરિવારવાદ, તૃષ્ટીકરણ દૂર કરીને લોકોનો વિશ્વાસ જીત્યો છે. ભ્રષ્ટાચાર, પરિવારવાદ અને તૃષ્ટીકરણ દૂર કરીને 2014થી નરેન્દ્ર મોદી સરકારે વિકાસની યાત્રા આરંભી છે.
વડાપ્રધાને છેલ્લાં નવ વર્ષમાં નવી રાજનીતિની શરૂઆત કરી છે. પરિવારવાદ, ભ્રષ્ટાચારને તિલાંજલિ આપી છે. 2014 પહેલાં ભ્રષ્ટાચાર કે પરિવારવાદ, તૃષ્ટીકરણથી પ્રભાવિત હાર-જીત હતી. જનતાનો વિકાસ એ ઉપલબ્ધિ છે. ભ્રષ્ટાચાર, પરિવારવાર, તૃષ્ટીકરણ ક્વિટ ઈન્ડિયાનો નારો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યો છે
અવિશ્વાસ પ્રસ્તાવ સંવૈધાનિક પ્રક્રિયા છે. ત્રણ અવિશ્વાસ પ્રસ્તાવનો ઉલ્લેખ કરવા માગું છું. યુપીએ સરકાર વિરુદ્ધ અમે બે અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા હતા. 1993 જુલાઈમાં નરસિમ્હા રાવ સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા હતા. એ સરકાર પ્રસ્તાવ જીતી ગઈ અને પછી ઘણાને જેલ થઈ, કારણ કે ઝારખંડ મુક્તિ મોરચાને લાંચ આપીને અવિશ્વાસ પ્રસ્તાવ જીત્યા હતા.
2008માં મનમોહન સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા હતા. ત્યારે પણ પૈસા આપીને સરકાર બચાવી લીધી. બીજું ઉદાહરણ આપું. 1999માં અટલજીની સરકાર હતી. અવિશ્વાસ પ્રસ્તાવ આવ્યો. અટલજીએ આ જ સીટ પર બેસીને કહ્યું કે અમને મંજૂર છે. જે નિર્ણય છે એ. અમારું ચરિત્ર પૈસા આપીને સરકાર બચાવવાનું ચરિત્ર નથી. ફરીથી ભારે બહુમત સાથે અટલજીની સરકાર આવી. જનધન યોજના લઈને અમારી મજાક કરાતી હતી, પણ ગરીબોનાં ખાતાંમાં સરકારી યોજનાનાં નાણા જમા થઈ રહ્યાં છ,ે હવે વાત ગરીબ કલ્યાણની કરીશ. કોંગ્રેસે ગરીબી હટાવોનો નારો આપ્યો, પણ ગરીબી જેમની તેમ રહી, પણ નરેન્દ્ર મોદી સરકારે ગરીબોના કલ્યાણ માટે યોજનાઓ બનાવી. કોંગ્રેસ ચૂંટણીમાં જાહેરાત કરે છે કે અમે ખેડૂતોનું વ્યાજ માફ કરીશું, પણ દસ વર્ષમાં કેટલું માફ કર્યું? અમે વ્યાજ માફ નથી કરતા, પણ એમને વ્યાજ લેવું ન પડે એવી વ્યવસ્થા કરીએ છીએ.
કોરોના આવ્યો, મોદીજીએ વિચાર્યું કે આ દુનિયા માટે ખરાબ સમય છે. પક્ષાપક્ષી છોડીને મોદી સરકારના નેતૃત્વમાં 130 કરોડ લોકોએ લડત આપી. મને બે નેતા યાદ છે. અખિલેશજી અને બીજા રાહુલજી. આ બંને કહેતા કે આ મોદી વેક્સિન છે, લેતા નહીં. જનતાએ વેક્સિન લેવાનું શરૂ કર્યું. પહેલો ડોઝ, બીજો ડોઝ આપ્યો અને 130 કરોડ લોકોને કોરોનાથી બચાવ્યા. એ સમયે રોજગારીના પ્રશ્નો ઊભા થયા. લોકડાઉનનો વિરોધ થયો. બધાએ કહ્યું, લોકડાઉન લગાવશો તો અમે શું કરીશું. અમે 80 લાખ પરિવારના ઘરમાં મફત અનાજ પહોંચાડ્યું. આજે પણ અનાજ પહોંચાડીએ છીએ. પ્રધાનમંત્રીમાં તમને અવિશ્વાસ હોઈ શકે છે, જનતાને વિશ્વાસ છે.
દેશની સુરક્ષા પર અમિત શાહે કહ્યું હતું કે, યુપીએ સરકાર દરમિયાન સરહદ પાર આતંકી ઘૂસતા અને જવાનોનાં માથાં કાપીને લઈ જતા હતા. કોઈ જવાબ નહોતા આપતા. અમારી સરકારમાં બે વખત પાકિસ્તાને હિંમત કરી. કાશ્મીરમાં ત્રણ પરિવારે શાસન કર્યું છે. અત્યારે પથ્થરમારાની ઘટના હવે ટીવીમાં નથી દેખાતી, કારણ કે બંધ થઈ ગઈ છે. જમ્મુમાં હાઇ સિક્યોરિટી જેલ બનાવવામાં આવી છે. 33 વર્ષ પછી થિયેટર ચાલુ થયું છે. 33 વર્ષ પછી નાઇટ શો ચાલુ થયો છે નરેન્દ્ર મોદી સરકારમાં. 33 વર્ષમાં મહોરમ બંધ હતી, પહેલી વખત નરેન્દ્ર મોદી સરકારમાં ચાલુ થઈ છે. 2022માં 1 કરોડ 80 લાખ લોકો જમ્મુ-કાશ્મીરની મુલાકાતે આવ્યા છે.
તેમણે કહ્યું હતું કે આર્ટિકલ 370 નેહરુની ભૂલ હતી, જે મોદી સરકારે હટાવી. એની સાથે કાશ્મીરની અંદરથી બે ઝંડા, બે સંવિધાન સમાપ્ત થયા અને ભારત સાથે સંપૂર્ણ રીતે જોડાઈ ગયું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here