ચંદ્રયાન-૩એ ચંદ્રની પ્રથમ તસ્વીર મોકલી

ઇસરોએ ૬ ઓગસ્ટ રાત્રે 11 વાગે ચંદ્રયાન-૩ની ભ્રમણકક્ષા ઘટાડી હતી. આ વાહન હવે ચંદ્રની આસપાસ ૧૭૦ કિમી મહત્તમ ૪૩૧૩ કિમીની ભ્રમણકક્ષામાં છે. એટલેકે ચંદ્રયાન એવી લંબગોળ ભ્રમણકક્ષમાં આગળ વધી રહ્યું છે જેમાં ચંદ્રથી તેનું લઘુત્તમ અંતર ૧૭૦ કિમી અને મહત્તમ અંતર ૪૩૧૩ કિમી છે.
ભ્રમણકક્ષા બદલવા માટે ચંદ્રયાનના એન્જિનને થોડા સમય માટે છોડવામાં આવ્યા હતા. ઇસરોએ કહ્યું કે હવે ભ્રમણકક્ષા ઘટાડવાનું આગળનું ઓપરેશન ૯ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ ૧૩.૦૦ અને ૧૪.૦૦ કલાકની વચ્ચે કરવામાં આવશે.
૨૨ દિવસની મુસાફરી પછી, ચંદ્રયાન ૫ ઓગસ્ટના રોજ સાંજે ૭.૧૫ વાગે ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચ્યું. ચંદ્રયાનના કેમેરાએ ચંદ્રની તસવીરો પણ કેદ કરી હતી. ઇસરોએ તેની વેબસાઇટ પર આનો એક વીડિયો શેર કર્યો છે. આ તસ્વીરોમાં ચંદ્રના ખાડા સ્પષ્ટ દેખાઇ રહ્યાં છે. ચંદ્રાના ગુરુત્વાકર્ષણમાં તેને કેદ કરી શકાય તે માટે વાહનની ગતિ ઓછી કરવામાં આવી હતી. સ્પીડ ઘટાડવા માટે ઇસરોના વૈજ્ઞાનિકોએ વાહનનો ચેહરો ફેરવ્યો અને થ્રસ્ટરને ૧૮૩૫ સેકન્ડ એટલેકે લગભગ અડધો કલાક સુધી ફાયર કર્યુ. આ ફાયરિંગ સાંજે ૭.૧૨ વાગે શરૂ થયો હતો. માહિતી આપતા, ઇસરોએ ધ પોસ્ટમાં ચંદ્રયાન દ્વારા મોકલવામાં આવેલ સંદેશ લખ્યો હતો, હું ચંદ્રયાન-૩ છું. હું ચંદ્રનું ગુરુત્વાકર્ષણ અનુભવું છું. ઇસરોએ એમ પણ કહ્યું હતું કે ચંદ્રયાન-૩ને સફળતાપૂર્વક ચંદ્રની ભ્રમણકક્ષામાં મુકવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here