રોજ ૩૦૦ ભારતીયો દેશ છોડી રહ્યા છેઃ નિત્યાનંદ રોય

 

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી નિત્યાનંદ રાયે લોકસભાને લેખિતમાં ભારતીય નાગરિકતા અંગે જાણકારી આપતા કેટલાક આંકડા રજૂ કર્યા છે. લેખિતમાં રજૂ કરાયેલા આંકડા ભારતની ચિંતાનો વિષય બન્યો છે. મંગળવારે કેન્દ્રીય ગૃહમંત્રી નિત્યાનંદ રાયે લોકસભામાં ભારતીય નાગરિકતા અંગે જાણકારી આપતાં કહ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં ૬ લાખથી વધુ લોકોએ ભારતની નાગરિકતા છોડી છે એનો મતલબ એ છેકે લગભગ રોજ ૩૦૦ જેટલા ભારતની નાગરિકતા છોડી રહ્યાં છે. વધુમાં તેમણે જણાવ્યું કે વિદેશ મંત્રાલય પાસે ઉપલ્બધ માહિતી અનુસાર કુલ ૧,૩૩,૮૭,૭૧૮ ભારતીય નાગરિક વિદેશમાં રહે છે. આ દરમિયાન ૧૦,૬૪૫ લોકો ભારતની નાગરિકતા માટે અરજી કરી છે. સૌથી વધુ અરજી પાકિસ્તાનમાંથી આવી છે.

છેલ્લા ૫ વર્ષમાં ૬ લાખથી વધુ લોકો ભારતની નાગરિકત્વ છોડ્યું છે. ૨૦૧૭માં ૧,૩૩,૦૪૯ ભારતીયોએ તેમની નાગરિકતા છોડી દીધી હતી. તે જ સમયે ૨૦૧૮માં ૧,૩૪,૫૬૧, ૨૦૧૯માં ૧,૪૪,૦૧૭, ૨૦૨૦માં ૮૫,૨૪૮ અને આ વર્ષે ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૧ સુધી ૧,૧૧,૨૮૭ ભારતીયોએ તેમની નાગરિકતા છોડી દીધી છે. આ દરમિયાન ભારતની નાગરિકતા માટે ૧૦,૬૪૫ લોકો અરજી કરી છે. જેમાંથી ૪,૧૭૭ લોકોને નાગરિકત્વ અપાયું છે.

ભારતીય નાગરિકત્વ માટે અરજી કરનારાઓમાં સૌથી વધુ ૭,૭૮૨ પાકિસ્તાનના છે. ત્યાર બાદ ૭૯૫ અફઘાનિસ્તાનના, ૨૨૭ અમેરિકાના અને ૧૮૪ બાંગ્લાદેશના છે. ૨૦૧૬માં ૧,૧૦૬ લોકોને ભારતીય નાગરિકત્વ અપાયું જ્યારે ૨૦૧૭માં ૮૧૭, ૨૦૧૮માં ૬૨૮, ૨૦૧૯માં ૯૮૭ અને ૨૦૨૦માં ૬૩૯ લોકોને ભારતનું નાગરિકત્વ અપાયું. આ દરમિયાન, દેશમાં ફ્ય્ઘ્ની સ્થિતિ અંગે વ્પ્ઘ્ સાંસદ માલા રોયના પ્રશ્નના જવાબમાં, નિત્યાનંદ રાયે કહ્યું કે અત્યાર સુધી કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સ્તરે ભારતીય નાગરિકોની રાષ્ટ્રીય નોંધણી (ફ્ય્ઘ્) તૈયાર કરવાનો નિર્ણય લીધો નથી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here