વૈશ્ર્વિક મહામારીને હરાવવા અસમાનતા દૂર કરવી જરૂરી: WHO

 

કોરોના સામેની લડાઈનું આ લગભગ ત્રીજુ વર્ષ છે. અને હજી પણ કોરોના અલગ-અલગ વેરિયન્ટથી દુનિયામાં પોતાનો કહેર મચાવી રહ્યો છે. ૨૦૨૧નું વર્ષ પણ સમાપ્ત થયું અને ૨૦૨૨ની શ‚આતમાં જ કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનનું જોખમ વિશ્ર્વ સામે આવીને ઉભું છે. તેવામાં વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના પ્રમુખે નિવેદન આપ્યું છે કે આ વૈશ્ર્વિક મહામારીને હરાવવા માટે અસમાનતા દુર કરવી ખૂબ જ જ‚રૂરી છે. જો આપણે આમ કરવા સફળ થઈએ તો કોઈ પણ મહામારીને હરાવી શકાય છે.

WHO  પ્રમુખ ટેડ્રોસ અધનોમ ધેબ્રેસિયસે કહ્યું કે જો આપણે અસમાનતાને હરાવીએ તો આ મહામારી પણ હારી જશે. ધેબરેયેસસે કહ્યું કે કોઈ પણ દેશ આ મહામારીથી બચી શક્યું નથી. આપણી પાસે ઘણા એવા હથિયાર છે જેનાથી આપણે તેનો સામનો કરી શકીએ છીએ. જો આપણે અસમાનતાને હરાવી દઈએ તો મને વિશ્ર્વાસ છે કે આપણે આ બિમારીને પણ હરાવી શકીશું. તેમણે કહ્યું કે આપણે કોવિડ-૧૯ મહામારીના ત્રીજા વર્ષમાં પ્રવેશ કરી ચૂક્યા છે. મને વિશ્ર્વાસ છે કે આપણે એકસાથે રહ્યા તો આ મહામારીનું અંતિમ વર્ષ હશે.

ટેડ્રોસે કહ્યું કે કોવિડ-૧૯એ ન માત્ર લોકોના સ્વાસ્થ્યની ચિંતા વધારી છે, પરંતુ અનેક લોકોના ‚ટિન વેક્સિનેશન, પરિવારની યોજનાઓ પણ તેનાથી પ્રભાવિત થઇ છે. તેનાથી દરેક પ્રકારના રોગોની સારવાર પણ પ્રભાવિત થઈ છે. સાથે જ તેમણે કહ્યું કે વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠને દુનિયાની પહેલી મલેરિયા વેક્સિન લોન્ચ કરી છે. જો આ વેક્સિનને સમગ્ર વિશ્ર્વમાં લગાવવામાં આવે તો તેનાથી દર વર્ષે હજારો જિંદગીઓ બચી શકે છે.

ટ્રેડોસે જણાવ્યું કે ભવિષ્યમાં આ પ્રમાણેના સંક્રમણ અને મહામારી રોકવા માટે અમે WHO બાયોહબ સિસ્ટમ શ‚ કરી છે. એપિડેમિક અને પેન્ડેમિક ઈન્ટેલિજન્સના હબને બર્લિનમાં ખોલવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે આપણે એકસાથે મળીને કોવિડ-૧૯ સામે લડવુ પડશે. ૭૦ ટકા વૈશ્ર્વિક વેક્સિનેશન આ દિશામાં મહત્વપૂર્ણ પગલું બનશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here