અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સુરક્ષા દળમાં શામેલ કરવામાં આવ્યા પ્રથમ ભારતીય-અમેરિકન શીખ અંશદીપ સિંહ ભાટિયાને….!

0
901
IANS
IANS

પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સુરક્ષાદળમાં ભારતીય- અમેરિકન શીખ અંશદીપ સિંહ ભાટિયાનાી વરણી કરવામાં આવી હતી. તેમને ગત સપ્તાહથી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષાની જવાબદારી સંભાળતા વિશેષ સુરક્ષાદળમાં શામેલ કરવામાં આવ્યા હતા. અમેરિકામાં કડક તાલીમ લીધા બાદ તેમની પસંદગી કરાઈ હતી. 1984માં થયેલા શીખવરોધી રમખાણો બાદ અંશદીપસિંહના પરિવારને જીવ બચાવવા માટે કાનપુરથી લુધિયાના ભાગી જવું પડયું હતું. રમખાણોના સમયકાળમાં કેડીએ કોલોની સ્થિત તેમના ઘર પર તોફાની ટોળાએ હુમલો કર્યો હતો. આ હુમલાની ઘટનામાં અંશદીપ સિંહના કાકા  તેમજ એક નિકટના સંબંધીનું મૃત્યુ નીપજ્યું હતું. તેમના પિતા દેવેન્દ્ર સિંહ પણ આ તોફાની તત્વોએ કરેલા હુમલામાં ગંભીરપણે ઘવાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here