વિશ્વમાં કોરોનાની સૌપ્રથમ રસી લેનાર વિલિયમ શેક્સપીયરનું મોત

 

લંડનઃ વિશ્વમાં કોરોના વાઇરસની વેક્સિનનો સૌપ્રથમ ડોઝ લેનાર બીજા વ્યક્તિનું યુકેમાં અજ્ઞાત બિમારીથી અવસાન થયું છે. બ્રિટિશ મીડિયા રિપોર્ટ અનુસાર ૮૧ વર્ષીય વિલિયમ બિલ શેક્સપિયરનું ગત ૨૦ મેના રોજ અવસાન થયું છે. શેક્સપિયરે ગત વર્ષે ૮ ડિસેમ્બરના રોજ કોરોના વાઇરસની રસીને લેનાર વિશ્વના પ્રથમ પુરુષ બન્યા હતા. તેમની પહેલાં ૯૧ વર્ષીય માર્ગરેટ કીનને કોરોના વાઇરસની રસી લીધી હતી. વિલિયમ શેક્સપિયરે ગત વર્ષે યુનિવર્સિટી હોસ્પિટલ કોવેન્ટ્રી એન્ડ વાર્કવિકશાયરમાં રસી લીધી હતી. વિલિયમે ફાઈઝર-બાયોએનટેકની રસીનો ડોઝ લીધો હતો. આ રીતે કોરોના વાઇરસની રસીનો સૌપ્રથમ ડોઝ લેનાર ૯૧ વર્ષીય માર્ગરેટ કીનન બાદ તરત જ એ હોસ્પિટલમાં વિલિયમ શેક્સપિયરને રસી આપવામાં આવી હતી, ત્યારથી એ ચર્ચમાં આવ્યા હતા. 

કાઉન્સિલર રહી ચૂકેલા વિલિયમની મોત બાદ તેમના પત્ની જોયે સત્તાવાર રીતે કહ્યું કે વિલિયમ સૌપ્રથમ રસી લેનાર પુરુષ હોવાનું ગર્વ અનુભવતા હતા. વિશ્વભરમાં સૌથી પહેલા વેક્સિન લેનાર તરીકેની ઉપલબ્ધિ મેળવીને ધન્યતા અનુભવતા હતા. શેક્સપિયરને બે બાળકોના પિતા હતા અને ચાર બાળકોના દાદા હતા. એ બ્રાઉનશીલ ગ્રીનમાં રહેતા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here