કોવીડ-૧૯ મહામારીને કારણે USCIS બેકલોગમાં ભારે વધારો

0
937

 

યુએસ સિટિઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીઝ (USCIS)માં વિલંબ, બેકલોગ નવી વાત નથી. કોરોના કાળમાં તેમાં વધારો જ થયો છે. રોગચાળો ફેલાયો તે પહેલાંથી જ અમેરિકાના ઇમિગ્રેશન અધિકારીઓ સામે સમયસર અરજીના નિકાલની સમસ્યા હતી. રોગચાળો ફેલાયો પછી સ્થિતિ વકરી છે.

૨૦૨૧ના USCIS ઓમ્બૂઝમેનના અહેવાલ અનુસાર રોગચાળાને કારણે એજન્સી સામે પડેલી અરજીઓનો ઢગલો બહુ મોટો થઈ ગયો છે. બેકલોગ રેકર્ડ લેવલ્સ પર પહોંચી ગયો છે એમ જણાવી અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે માર્ચ ૨૦૨૦થી જ એજન્સી સામે બીજી સમસ્યાઓ પણ હતી. રેવેન્યૂમાં ઘટાડો, અપૂરતું ભંડોળ વગેરે સમસ્યાઓ હતી જ, તેમાં કોરોનાને કારણે કચેરીઓ બંધ થઈ ગઈ અને ફીની આવક સાવ ઘટી ગઈ.

USCIS કામગીરમાં અરજદારની રૂબરૂ મુલાકાત વધારે જરૂરી હોય છે – ઇન્ટરવ્યૂ, બાયોમેટ્રિક વેરિફિકેશન અને ઓથ ટેકિંગ માટે હાજરી જરૂરી હોય છે. કોરોના પ્રતિબંધોને કારણે એજન્સી અને કોન્સ્યુલેટ કચેરીઓ બંધ થઈ અને એપ્રૂવલ માટેની કામગીરી પણ અટકી પડી.

જૂન ૨૦૨૦ સુધીમાં USCIS કચેરીઓમાં થોડું કામકાજ શરૂ થયું હતું, પરંતુ છેક ઑક્ટોબર ૨૦૨૦ પછી જ ૫૦% ક્ષમતાએ કામ શરૂ થઈ શક્યું હતું. સ્ટાફના અભાવે પેન્ડિંગ એપ્લિકેશન્સનું કામ હાથ પર લેવાયું નહોતું. તેથી વર્ષ દરમિયાન બેકલોગ અને પ્રોસેસિંગ ટાઇમ વધતો જ ગયો.

લાંબા ગાળાનો પડકાર

૨૦૨૦ના વર્ષમાં બે મહત્ત્વના નીતિ પરિવર્તનની જાહેરાત થઈ હતી તેની પણ ઇમિગ્રેશન પ્રોસેસ પર અસર પડી હતી. પહેલો નિર્ણય હતો એપ્લિકેશન ફીમાં વધારો. નવી ફી લાગુ પડે તે પહેલાં અરજીઓ કરી દેવા ધસારો થયો હતો. બીજું પરિવર્તન હતું ઇમિગ્રન્ટ વીઝા માટે નવી પ્રાયોરિટી ડેટ્સની જાહેરાત. તેના કારણે ખાસ કરીને એમ્પ્લોયમેન્ટ બેઝ વીઝા માટે અરજી કરનારા મોટી સંખ્યામાં લાયક ઠર્યા. આ બધાની અરજીઓનો પણ ઢગલો થયો.

કોરોનાને કારણે કચેરીમાં મર્યાદિત સ્ટાફ જ રખાતો હતો અને મુલાકાતીઓની સંખ્યા પણ મર્યાદિત રહેતી હતી. તેથી પ્રોસેસિંગમાં સમય વધારે લાગવા લાગ્યો.

આગળ શું થઈ શકે

વાર્ષિક અહેવાલમાં જણાવ્યા અનુસાર USCIS કામકાજ અરજદારોની ફીની આવકના આધારે ચાલે છે. પરંતુ તે પૂરતી ના હોવાથી કામ ચાલી શકે તેમ લાગતું નથી. તેથી નીચે મુજબના ફેરફારો કરવા જરૂરી બન્યા છેઃ

 ઇલેક્ટ્રોનિક ફાઇલિંગ અને પ્રોસેસિંગ વધારવું જોઈએ

 વધારે ભંડોળ મળે તે માટે પ્રયાસો કરવા જોઈએ

 સરકારના અન્ય વિભાગો અને USCIS વચ્ચે સંકલન વધારવું જોઈએ

સદનસીબે આ સમસ્યાને બાયડેન સરકારે ધ્યાને લીધી છે અને બેકલોગને પાર પાડવા માટે ૩૫૦ મિલિયનનું બજેટ ફાળવ્યું છે. જોકે જંગી બેકલોગમાંથી બહાર આવતા USCIS સમય લાગશે.

ઇમિગ્રેશન તથા વીઝા પ્રોસેસિંગ માટે કોઈ પણ સવાલો તમારા મનમાં હોય અને તમને, તમારા પરિવાર અને મિત્રોને તે કેવી રીતે લાગુ પડી શકે છે તેની જાણકારી ઇચ્છતા હો તો NPZ Law Group VISASERVE લોયર્સનો સંપર્ક કરી શકો છો. માહિતી માટે ઇમેઇલ કરો [email protected] અથવા ફોન કરો 201-670-0006 (x104). વધુ માહિતી માટે અમારી વેબસાઇટ જુઓ –www.visaserve.com

 

NPZ Law Group, P.C.

Phone: 201-670-0006 (ext. 107)

Website: https://visaserve.com/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here