અમેરિકામાં અશ્વેત નાગરિક જયોર્જ ફલોયડની પોલીસ દ્વારા નિર્મમ હત્યાના મામલે પરિસ્થિતિ ખૂબ જ વણસી રહી છે : ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો યોજાઈ રહ્યા છે, લોકો પોલીસના બેહૂદા વર્તનનો ખુલ્લેઆમ વિરોધ કરવા રસ્તાઓ પર ઊતરી પડ્યા છે..

 

      મિનેસોટામાં અશ્વેત નાગરિક જયોર્જ ફલોયડની પોલીસ દ્વારા ક્રૂર અને અમાનવીયતાથી કરવામાં આવેલી હત્યાને મામલે અમેરિકાના વિવિધ રાજ્યોમાં લોકો ઉગ્ર વિરોધ પ્રદર્શનો અશ્વેત સિવાયના શ્વેત લોકો પણ વિરોધમાં સામેલ થઈ રહ્યા છે. વિદ્યાર્થીઓ પણ જાહેરમાં વિરોધ કરી રહ્યા છે.તેઓ કહે છેઃ શ્વાસ લેવાને અધિકાર સહુને છે. પોલીસ કઈ રીતે આવું હિચકારું વર્તન કરી શકે ??અમેરિકા સહિત વિવિધ દેશોમાં આ કૃત્યના ગંભીર પ્રત્યાઘાત પડ્યા છે. ઓસ્ટ્રેલિયા, યુરોપના દેશો, બ્રિટન અને સ્પેનમાં પણ લોકો જાહેરમાં વિરેધનું પ્રદશર્ન યોજી રહ્યા છે. સીએટલમાં પોલીસ હેડકવાર્ટર્સની  બહાર હાથની ચેઈન બાંધીને લોકઓે વિરોધના દેખાવો કર્યા હતા. વોશિંગ્ટન ડીસીમાં પરિસ્થિત બેકાબૂ બની રહી છે. નેશનલ ગાર્ડને કમાન સોંપવામાં આવી છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નિવેદન કર્યું હતું કે, જો હાલાત વધુ બગડશે તો આર્મીને બોલાવવામાં આવશે. 

  ન્યુયોર્કના મેનહેટન વિસ્તારમાં સોમવારના મોડી રાત સુધી સેંકડો લોકો એ કલાકો સુધી સૂત્રોચ્ચાર કરીને, પોસ્ટરો સાથે દેખાવો કર્યા હતા.  અમેરિકાના વિવિધ શહેરોમાં, કુલ 40થી વધુ રાજ્યોમાં ઠેર ઠેર લોકો વિરોધનો સૂર પ્રગટ કરી રહ્યા છે. રંગદ્વેષ અને અમાનવીય વર્તાવથી જનતાનો રોષ ચરમ સીમાએ પહોચ્યો છે. હાલાત અશાંતિભર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here