વિશ્વના ૭૯ કરોડ લોકોને પીવાનું સ્વચ્છ પાણી મળતું નથીઃ યુએન

 

નવિ દીલ્હીઃ આપણે સૌ જાણીએ છીએ કે ધરતી પર ૭૫ ટકા પાણી છે. આમ છતાં વિશ્વના અનેક દેશો પાણીની અછતનો સામનો કરી રહ્યાં છે. વિશ્વના અનેક દેશો અને શહેરો એવા છે જ્યાં લોકોને પીવાના પાણી અને પોતાની અન્ય જરૂરિયાત માટેના પાણી માટે અનેક માઇલ દૂર સુધી જવું પડે છે. આટલું લાંબુ અંતર કાપ્યા પછી પણ તેમને પીવાનું સ્વચ્છ પાણી મળતું નથી. આ આપણા વિશ્વની વિટંબણા છે. સંયુક્ત રાષ્ટ્રની તરફથી આ સમસ્યા પ્રત્યે લોકોને સતત ચેતવણી આપવામાં આવી રહી છે. સંયુક્ત રાષ્ટ્ર પણ પાણીની સમસ્યા દૂર કરવા માટે સતત પ્રયત્નશીલ છે આમ છતાં આ સમસ્યા સતત વિકારળ બની રહી છે. યુએનના એક અહેવાલ મુજબ વિશ્વના ૭૯ કરોડ લોકોને જરૂરિયાત મુજબનું પાણી મળતું નથી. દર વર્ષે ગંદા પાણીને કારણે વિશ્વમાં લાખો લોકો ટાઇફોઇડની ચપેટમાં આવે છે. યુએનના ૨૦૦૬ના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે લોકોની જરૂરિયાત પૂર્ણ કરવા જેટલું પાણી ઉપલબ્ધ છે પણ ભ્રષ્ટાચાર અને ખામીઓને કારણે તે લોકો સુધી ઉપલબ્ધ બની શકતું નથી. આ રિપોર્ટમાં બ્યુરોક્રેસીની નિયત પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતાં. સંયુક્ત રાષ્ટ્રના અંદાજ મુજબ વર્ષ ૨૦૫૦ સુધી વિશ્વની વસ્તી ૯ થી ૧૦ અબજની વચ્ચે હશે. આ સ્થિતિમાં લોકોને પીવાનું અને અન્ય જરૂરિયાત માટે પાણી ઉપલબ્ધ કરાવવું એક મોટો પડકાર બની રહેશે. પાણીની સમસ્યાનું એક મોટું કારણ ક્લાયમેટ ચેન્જ પણ છે. આ માટે વિશ્વને સતત ચેતવણી આપવામાં આવી રહી છે. ભારત સહિતના અનેક દેશોએ કલાયમેન્ટ ચેન્જ અંગે વિવિધ પગલાં પણ લીધા છે. યુએનના જણાવ્યા અનુસાર પાણીની વપરાશનો ૬૭ ટકા હિસ્સો સિંચાઇ, ૨૨ ટકા હિસ્સો ઘરેલુ કામ અને ૧૧ ટકા હિસ્સો ઉદ્યોગોમાં વપરાય છે. વિશ્વના દસ દેશે ૭૨ ટકા પાણીનો ઉપયોગ કરે છે. ભારત, ચીન, અમેરિકા, પાકિસ્તાન, ઇરાન, બાંગ્લાદેશ, મેક્સિકો, સઉદી અરબ, ઇન્ડોનેશિયા અને ઇટાલીનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here