ઓઈલની કિંમતો ઐતિહાસિક નીચલી સપાટીએ

 

 

ન્યુ યોર્કઃ ઓઈલ ફ્યુચર પ્રથમ વખત શૂન્યથી નીચે ગયું હતું. અમેરિકાના ક્રૂડ બજારમાં વેપારીઓએ લેણદારોને પૈસા આપવાની ના પાડી હાથ ઊંચા કરી દીધાં હતાં. ઓઈલની અતિશયતાના કારણે બજારમાં છળકપટનું વલણ ચાલું થયું છે, આવનારા સમયમાં વેપારીઓ પાસે ઓઈલ મકવાની જગ્યા નહિ બચશે. વિશ્વમાં ઓઈલની કિંમતો હજી પણ શૂન્યથી ઉપર છે. પણ મંગળવારે તેમાં મોટો ઘટાડો થયો હતો જેનું એક જ કારણ હતું, કોરોના મહામારીના કારણે વિશ્વભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે ઈંધણની એટલી જરૂર નથી પડી રહી. વિમાનો થંભી ગયા છે,  જ્યારે ફેકટરીઓ બંધ પડી છે અને લાખો કર્મચારીઓ દર અઠવાડિયે પોતાની નોકરી ગુમાવી રહ્યા છે. ઓઈલની ઘટતી કિંમતોના પગલે શેર પણ નીચે ગયા હતા અને વિશ્વભરના ઉર્જા ઉત્પાદકો નીચે જઈ રહ્યા છે. પ્રથમ અડધો કલાકની ટ્રેડિંગ બાદ એસ એન્ડ પી ૫૦૦માં ૧.૫ ટકા જેટલાંનો ઘટાડો થયો હતો. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીયલ એવરેજમાં ૧.૬ ટકાનો ઘટાડો અને નાસદેકમાં ૧.૫ ટકાનો ઘટાડો થયો હતો. 

દરમિયાન બ્રિટનમાં મંગળવારે તેની કિંમત ૨૦ ડોલર પ્રતિ બેરલ થઈ હતી જે ૨૦૦૧ બાદ સૌથી ઓછી છે. યુરોપના મુખ્ય ઓઈલ બજારમાં કિંમત ૧૮.૧૦ ડોલર પ્રતિ બેરલ થયા બાદ ભારે ટ્રેડિંગ થવાના કારણે વધીને ૨૧.૫૧ ડોલર પ્રતિ બેરલ પર બંધ થઈ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here