વડાપ્રધાન મોદીનું ગ્રીસમાં સર્વોચ્ચ સન્માન :‘ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ઓનર’થી સન્માન

ગ્રીસઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્રીસની એક દિવસની મુલાકાતે પહોંચ્યા ત્યારે અહીં રાષ્ટ્રપતિ કેટરિના સકેલારોપોઉલોએ મોદીનું સ્વાગત કર્યું હતું.એરપોર્ટની બહાર ભારતીય મૂળના લોકોએ ઢોલ-નગારાં સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું. મોદીને ગ્રીસનું બીજું સર્વોચ્ચ સન્માન ‘ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ઓનર’ થી સન્માન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાને ગ્રીસમાં લાગેલી આગમાં જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે ‘ટોમ્બ ઓફ અનનોન સોલ્જર’ ખાતે સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી. એથેન્સમાં હોટેલની બહાર ભારતીય સમુદાયના લોકોએ વડાપ્રધાન મોદીને ગ્રીસનો પારંપરિક તાજ પહેરાવ્યો, જેને હેડ્રેસ કહેવાય છે.જ્યાં દરેક ધર્મના લોકો પીએમને મળ્યા. સાથે જ પીએમ મોદીએ ઢોલના તાલે તાલ મિલાવ્યો. લોકોએ મોદી મોદીના નારાઓ લગાવ્યા હતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્રીસના રાષ્ટ્રપતિ કેટરિના સકેલારોપોઉલોને મળ્યા હતા. મોદીએ કહ્યું- હું આ સન્માન માટે ગ્રીસના રાષ્ટ્રપતિ, ગ્રીસની સરકાર અને લોકોનો આભાર માનું છું. આ ગ્રીસના લોકોનો ભારત પ્રત્યેનું સન્માન દર્શાવે છે. આ પછી ભારત અને ગ્રીસ વચ્ચે ડેલિગેશન સ્તરની વાતચીત શરૃ થઈ હતી. મોદીએ કહ્યું- ચંદ્રયાનની સફળતા માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની છે. તેનાથી તમામ વૈજ્ઞાાનિકો અને માનવતાને મદદ મળશે. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે અમે એકબીજાને જૂના મિત્રોની જેમ સમજીએ છીએ. અમે ૨૦૩૦ સુધીમાં દ્વિપક્ષીય વેપાર બમણો કરીશું. ૪૦ વર્ષના લાંબા સમય બાદ ભારતીય વડાપ્રધાનને ગ્રીસ આવવાનું થયું છે. આમ છતાં અમારા ગાઢ સંબંધો ઘટયા નથી.અમે અમારી વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરીશું. અમે સંરક્ષણ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા સંમત થયા છીએ. આતંકવાદના મુદ્દાઓ પર ચર્ચા કરી છે.
અમે નક્કી કર્યું છે કે અમારા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો વચ્ચે વાતચીત માટે એક પ્લેટફોર્મ હોવું જોઈએ. અમે ૨૦૩૦ સુધીમાં દ્વિપક્ષીય વેપાર બમણો કરીશું. કૃષિ ક્ષેત્રે સહકાર માટે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. લોકો વચ્ચેના સંબંધોને વધારવા માટે કામ કરવું જોઈએ. અમે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ ચર્ચા કરી. મને ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ઓનરનું સન્માન આપવામાં આવ્યું. મેં ૧૪૦ કરોડ ભારતીયો વતી આ સન્માન સ્વીકાર્યું છે. બ્રિકસ સમિટ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુરોપિયન દેશ ગ્રીસના એક દિવસના પ્રવાસે હતાં પીએમ મોદી સાથે ૧૨ ભારતીય ઉદ્યોગપતિઓ પણ એથેન્સ પહોંચ્યા હતા. બંને દેશો વચ્ચે વેપાર, ટેક્નોલોજીથી લઈને સંરક્ષણ સહયોગ પર ચર્ચા થઈ. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગ્રીસ લાંબા સમયથી ભારતની બ્રહ્મોસ ક્રૂઝ મિસાઈલ ખરીદવામાં રસ દાખવી રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એથેન્સમાં પ્રવાસી ભારતીયોને સંબોધિત કરી રહ્યા હતા. . વડાપ્રધાને કહ્યું કે, હું પરિવારની વચ્ચે આવ્યો છું. આ શ્રાવણ મહિનો છે, ભગવાન શિવનો મહિનો છે. આ પવિત્ર મહિનામાં દેશે એક નવી સિદ્ધિ હાંસલ કરી છે. ભારત ચંદ્રના દક્ષિણ ધ્રૃવ પર ઉતરનારો પહેલો દેશ બની ગયો છે.
ભારતને દુનિયાભરથી શુભેચ્છા મળી રહી છે. તમામ હિન્દુસ્તાનીઓને શુભકામનાઓ મળી રહી છે. વડાપ્રધાને કહ્યું કે, આપણે ત્યાં તો ચંદ્રને મામા કહેવામાં આવે છે. આપણી ધરતી માતાને રક્ષા બંધન તરીકે ધરતીથી ચંદ્ર તરફ ચંદ્રયાન મોકલ્યું અને ચંદ્રએ પણ પોતાની બહેન ધરતીની રાખડી માની છે. જ્યાં જશ્નોનો માહોલ હોય છે, ઉત્સવનો માહોલ હોય છે, તો મનમા થય કરે છે કે જલ્દીથી જલ્દી પોતાના પરિવારના લોકો વચ્ચે પહોંચી જાય. હું પોતાના પરિવારજનો વચ્ચે આવી ગયો છું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here