મને હિન્દુસ્તાની મુસ્લિમ હોવાનો ગર્વ છેઃ નિવૃત્ત થતાં ગુલામ નબી આઝાદે સૌનો આભાર માન્યો

 

નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ સોમવારે રાજ્યસભામાંથી નિવૃત્તિ પ્રસંગે બોલતા વડા પ્રધાન મોદી ભાવુક થઇ ગયા હતા. મોદીએ આઝાદ સાથેનો એક કિસ્સો યાદ કરતા કહ્યું હતું કે જ્યારે તેઓ ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે જમ્મુ કાશ્મીરમાં ગુજરાતના મુસાફરો પર આતંકવાદી હુમલો થયો હતો. મોદીએ તે સમયનો ઉલ્લેખ કરતાં કહ્યું કે પહેલો ફોન તેમને ગુલામ નબીનો હતો. મોદીએ આઝાદને ગુજરાતની પ્રજા પ્રત્યે કેટલી ચિંતા હતી તે કિસ્સો સંભળાવ્યો હતો. રાજ્યસભામાં ભાવનાત્મક ભાષણોનો દિવસ હતો, કારણ કે નિવૃત્ત સાંસદોને વિદાય આપવા માટે સભ્યો એકઠા થયા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કોંગ્રેસના દિગ્ગજ નેતાને શબ્દાંજલિ આપ્યા બાદ આઝાદે સંસદ સભ્યોનો આભાર માન્યો કારણ કે તેમણે જમ્મુ-કાશ્મીરથી નવી દિલ્હી સુધીની તેમની રાજકીય યાત્રા સંભળાવી હતી. રાજ્યસભામાં તેમના અંતિમ દિવસે બોલતા ગુલામ નબી આઝાદે નોંધ્યું હતું કે બહુમતી સમુદાયને આગળ વધવાની જરૂર છે, અને ઉમેર્યું હતું કે, હું ક્યારેય પાકિસ્તાન ગયો ન હતો અને મને લાગે છે કે હું ભાગ્યશાળી છું. હું તે ભાગ્યશાળી લોકોમાં છું જે ક્યારેય પાકિસ્તાન ગયા નથી. પાકિસ્તાનના સંજોગો વિશે વાંચ્યું ત્યારે મને હિન્દુસ્તાની મુસ્લિમ હોવાનો ગર્વ છે.  વિદાય ભાષણમાં ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીને પણ શ્રદ્ધાંજલિ આપી હતી અને કહ્યું હતું કે તે ભૂતપૂર્વ વડા પ્રધાન હતા જેમની પાસેથી તેઓ ગૃહનું સંચાલન કરવાનું શીખ્યા હતા. હું અટલ જી પાસેથી ઘણું શીખ્યો  ડેડલોક કેવી રીતે તોડવો અને ગૃહ કેવી રીતે ચલાવવું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here