ગૃહ મંત્રાલય તરફથી રિમાઇન્ડરઃ DECA રિન્યૂઅલ કરાવી લેશો

0
977

 

સિટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીઝ ઓમ્બૂડ્ઝમેન (CIS OMBUDSMAN)ની ઓફિસે હાલમાં જ યાદ કરાવ્યું છે કે જેમની ડિફર્ડ એક્શન ફોર ચાઇલ્ડહૂડ અરાઇવલ્સ (DACA) રિન્યૂ કરાવવાની હોય તેઓ કરાવી લે. સાથે જ રોજગારી માટેની મંજૂરી રિન્યૂ કરવા માટેની અરજી પણ કરી દેવી જોઈએ.

મંજૂરી પૂરી થવાની હોય તેના ૧૫૦થી ૧૨૦ દિવસ પહેલાં અરજી કરી દેવી જોઈએ. હાલના Form I-797, નોટીસ ઑફ અપ્રૂવલ, અને એમ્પ્લોયમેન્ટ ઑથોરાઇઝેશન ડોક્યુમેન્ટ (EAD)માં દર્શાવેલી તારીખના આટલા દિવસો પહેલાં રિન્યૂઅલ માટેની અરજી કરવી જોઈએ.

અરજી પર કેટલા સમયમાં પ્રોસેસ થાય તે નક્કી નથી હોતું, પરંતુ શક્ય એટલી વહેલી અરજી કરી દેવાથી વર્તમાન DACA અને રોજગારી માટેની મંજૂરીની મુદત પૂર્ણ થાય તે પહેલાં તે રિન્યૂ થઈ શકે છે.

USCIS અધિકારીઓએ જણાવેલું છે કે DACA રિન્યૂઅલ અને સંબંધિત રોજગારી માટેની મંજૂરીની અરજીઓને ૧૨૦ દિવસમાં પાસ કરી દેવાનું લક્ષ્યાંક છે. અરજદાર જો નિર્ધારિત સમયમર્યાદા કરતાં (એટલે કે તમારા DACA હાલનો સમયગાળો પૂર્ણ થવાનો હોય તેના ૧૨૦ દિવસ પહેલાં) મોડું કરશે તો રિન્યૂઅલ મળતા મોડું થઈ શકે છે. તેના કારણે તેમનું હાલનો DECA સમયગાળો અને રોજગારીની મંજૂરી રિન્યૂઅલ રિક્વેસ્ટ માન્ય થાય તે પહેલાં જ પૂરા થઈ જાય તેવું બની શકે છે.

હાલમાં USCIS પ્રોસેસિંગ સમય કેટલો લાગે છે તે જાણવા માટે તમે Check Case Processing Times વેબ પેજ પર જઈને જોઈ શકો છે. ખાસ નોંધજો કે USCISએ જણાવ્યું છે કે DACA લગતી બાબતોમાં મંજૂરીને ઝડપથી કરવાની કોઈ નીતિ નથી.

નાગરિકતા અને ઇમિગ્રેશન અંગેની આવી કોઈ પણ બાબતમાં મૂંઝવણ હોય તો તમે અમારા NPZ Law Group VISASERVE ઇમિગ્રેશન અને નેશનાલિટી લોયર્સનો સંપર્ક કરી શકો છો. તે માટે ઇમેઇલ કરો – [email protected] અથવા ફોન કરો – 201-670-0006 (x104) તમે અમારી વેબસાઇટ પણ જોઈ શકો છો www.visaserve.com

NPZ Law Group, P.C.

Phone: 201-670-0006 (ext. 107)

Website: https://visaserve.com/

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here