રાફેલ-અપાચેને સામેલ કરવાથી આપણી લડાઇ કરવાની  ક્ષમતામાં નોંધપાત્ર વધારો થયોઃ વાયુસેનાધ્યક્ષ 

 

નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ વી. આર. ચૌધરીએ મંગળવારે જણાવ્યું હતું કે  રાફેલ અને અપાચેનેે વાયુસેનામાં સામેલ કરવાથી આપણી લડાઇ કરવાની ક્ષમતામાં નોંધપાત્ર વધારો થયો છે. તેમણે ઉમેર્યું હતું કે રશિયન બનાવટની જમીનથી હવામાં વાર કરતી એસ-૪૦૦ મિસાઇલ ડિફેન્સ પ્રણાલી આ વર્ષની અંદર દાખલ કરવામાં આવે એવી શક્યતા છે. 

પત્રકારોને સંબોધતી વખતે એમણે નવા હથિયારો વિશે અને ભારતની સરહદો પર તેની તૈયારીઓ વિશે વાત કરી હતી. ભારતીય વાયુસેનાની ૮૯મી વર્ષગાંઠ અગાઉ મીડિયાને સંબોધતા ચૌધરીએ જણાવ્યું હતું કે એસ-૪૦૦ આ વર્ષે દાખલ થવી જોઇએ. 

તેમણે ઉમેર્યું હતું કે ચીની હવાઇ દળ હજુ પણ વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી)ની નજીકના પોતાના ત્રણ અૅર બેઝ પર હાજર છે. જોકે, એમણે ખાતરી આપી હતી કે ભારતીય વાયુસેના સંપૂર્ણ રીતે તહેનાત અને તૈયાર છે. એમણે એમ પણ કહ્યું હતું કે ઊંચાઇવાળા સ્થળોએ બહુવિધ અભિયાન શરૂ કરવાની ચીનની ક્ષમતા નબળી રહેશે. તેમણે ઉમેર્યું હતું કે રાફેલ અને અપાચેને સામેલ કરવાથી આપણી લડાઇ કરવાની ક્ષમતામાં નોંધપાત્ર વધારો થયો છે.  અમારા નવા કાફલા પર નવા હથિયારોના સંકલન સાથે અમારી આક્રમક હુમલો કરવાની ક્ષમતા વધુ પ્રબળ બની છે. 

એમણે જણાવ્યું હતું કે ત્રણેય દળોના સંયુક્ત આયોજન અને કામગીરીના અમલથી ભારતની મારક ક્ષમતામાં મોટા પ્રમાણમાં વધારો થશે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here