જ્યોતિષ રાશિ ભવિષ્ય

0
1037

મેષ (અ.લ.ઇ.)
આ સપ્તાહમાં આપને દરેક બાબતમાં દરેક રીતે સંભાળીના કામકાજ કરવું પડશે. પડવા-વાગવાથી ખાસ સંભાળવું. આપ હરો-ફરો, પરંતુ મનમાં સતત ઉચાટ, ઉદ્વેગ જેવું રહ્યા કરે. શારીરિક માનસિક વ્યથા પહોંચે. વિશેષ કાર્યબોજ પણ આપના માટે ચિંતાનું કારણ બને તેમ છે. વાહનથી ખાસ સંભાળવું. પ્રવાસ ટાળવો. તા. 4, 5, 6 દરેક બાબતમાં સંભાળીને કામકાજ કરવું. તા. 7, 8 સામાન્ય દિવસો ગણાય. તા. 9, 10 વાહનથી ખાસ સંભાળવું.

વૃષભ (બ.વ.ઉ.)
સપ્તાહના પ્રારંભિક તબક્કામાં આપના દિવસો મંગળમય પસાર થશે, પરંતુ જેમ જેમ દિવસો વીતતા જશે તેમ તેમ આપ મુશ્કેલીના ચક્કરમાં ફસાઈ ગયા હો તેવો અહેસાસ થાય. ખાસ કરીને સપ્તાહના અંતિમ દિવસોમાં શારીરિક પીડાથી સંભાળવું હિતાવહ બની રહેશે. પારિવારિક પ્રશ્નોમાં પણ સમજદારી અને સંયમથી વર્તવું પડશે. તા. 4, 5, 6 આનંદમય દિવસો ગણાય. તા. 7, 8 દરેક રીતે સંભાળવું. તા. 9, 10 સંયમથી વર્તવું.

મિથુન (ક.છ.ઘ.)
આ સમયગાળામાં શરૂઆતના દિવસોમાં આપને દરેક બાબતમાં દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. વેપાર – રોજગાર સાથે સંકળાયેલી વ્યક્તિઓએ આર્થિક લેવડ-દેવડમાં વિશેષ કાળજી રાખવી પડશે. ગૃહસ્થી જીવનમાં પણ મનદુઃખના પ્રસંગો સંભવી શકે. જેમ જેમ દિવસો જશે તેમ તેમ આપને દરેક બાબતમાં સફળતા મળશે. તા. 4, 5, 6 દરેક રીતે સંભાળવું. તા. 7, 8 આર્થિક બાબતોમાં ધ્યાન આપવું. તા. 9, 10 સફળ દિવસો ગણાય.

કર્ક (ડ.હ.)
સપ્તાહના પ્રારંભિક તબક્કામાં આપને દરેક બાબતમાં દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. શારીરિક – માનસિક વ્યથાનો અનુભવ થાય. પારિવારિક પ્રશ્નોમાં પણ ગેરસમજો ઊભી થતાં તે વિશેષ ચિંતાનો વિષય બનશે. ધંધાકીય ભાગીદારીમાં પણ અનેક સમસ્યાઓ ઊભી થવાની શક્યતાઓ ખરી જ. સપ્તાહના અંતિમ દિવસોમાં કંઈક રાહતની લાગણી અનુભવશો. તા. 4, 5, 6 દરેક રીતે સંભાળવું. તા. 7, 8 ચિંતાજનક દિવસો ગણાય. તા. 9, 10 રાહત જણાશે.

સિંહ (મ.ટ.)
આ સમયગાળામાં આપને મિશ્ર અનુભવોમાંથી પસાર થવું પડશે. એકાદ દિવસ આનંદમાં જાય તો વળી કંઈક સમસ્યા ઊભી થતાં બાકીના બે દિવસો સતત ઉચાટ – ઉદ્વેગમાં પસાર કરવા પડે. આર્થિક સમસ્યાઓ પણ આપની મૂંઝવણમાં વધારો કરી શકે તેમ છે. સપ્તાહના અંતિમ દિવસોમાં વ્યાપાર-વ્યવસાયમાં રાહતની લાગણી અનુભવાશે. તા. 4, 5, 6 સામાન્ય દિવસો ગણાય. તા. 7, 8 ઉચાટ, ઉદ્વેગ રહેશે. તા. 9, 10 રાહત જણાય.

કન્યા (પ.ઠ.ણ.)
આ સપ્તાહના સઘળા દિવસો આપના માટે આનંદમય પુરવાર થશે. ઘરનાં – બહારનાં તમામ કાર્યોમાં અનપેક્ષિત સફળતા મળતાં આપનો આનંદ બેવડાશે. સંતાનના પ્રશ્નો પણ સરળતાથી ઊકલી જતાં વિશેષ રાહતની લાગણી અનુભવાશે. મિલન-મુલાકાત શુભ ફળદાયી બની રહેશે. પ્રવાસનું આયોજન શક્ય બને. તા. 4, 5, 6 આનંદમય દિવસો ગણાય. તા. 7, 8 રાહત જણાય. તા. 9, 10 પ્રવાસનું આયોજન શક્ય બને.

તુલા (ર.ત.)
આ સપ્તાહ આપના માટે આનંદપ્રદ પુરવાર થશે. હાથ ધરેલાં ઘરનાં – બહારનાં તમામ કાર્યોમાં અનપેક્ષિત સરળતા અને સફળતા મળતાં આપનો આનંદ બેવડાશે. સંતાનોના પ્રશ્નોમાં પણ ઘણી રાહત જણાશે. શુભ પ્રસંગનું આયોજન પણ પાર પડશે. આધ્યાત્મિક ક્ષેત્રે પણ પ્રગતિકારક કાર્યરચના શક્ય બનશે. તા. 4, 5, 6 આનંદપ્રદ દિવસો પસાર થાય. તા. 7 સફળતા મળે. તા. 8 લાભકારક દિવસ. તા. 9, 10 શુભ કાર્ય થતાં આનંદમાં વધારો થશે.

વૃશ્ચિક (ન.ય.)
આ સમયગાળામાં આપને દરેક બાબતમાં દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. આપ હરો ફરો, પરંતુ મનમાં આનંદ જણાશે નહિ. કહેવાય નહિ અને સહેવાય પણ નહિ તેવા વિપરીત સંજોગોનું નિર્માણ આપના માટે વિશેષ કષ્ટપ્રદ બની રહેવાની સંભાવના પણ ખરી જ. પ્રવાસ ટાળવો. વાહનથી ખાસ સંભાળવું. તા. 4, 5, 6 દરેક રીતે સંભાળવું. તા. 7, 8 વિપરીત સંજોગો ઊભા થાય. તા. 9, 10 સાહસથી દૂર રહેવું.

ધન (ભ.ધ.ફ.ઢ.)
આ સમયગાળામાં આપને મિશ્ર અનુભવોમાંથી પસાર થવું પડશે. એકાદ-બે દિવસ આનંદમાં જાય તો વળી કંઈક નવી સમસ્યા ઊભી થતાં ચિંતાનું આવરણ ઊભું થવાની શક્યતાઓ પણ ખરી જ. ઘરના વડીલોના આરોગ્યની ચિંતા પણ રહેશે. સંતાનોના પ્રશ્નોમાં પણ સમસ્યાઓ યથાવત્ રહેશે. તા. 4, 5, 6 સામાન્ય દિવસો ગણાય. તા. 7, 8 ચિંતાજનક દિવસો ગણાય. તા. 9, 10 પ્રવાસ ટાળવો.

મકર (ખ.જ.)
આ સપ્તાહમાં એકંદરે આપને રાહત જણાશે. ઘરનાં – બહારનાં સઘળાં કાર્ર્યો સરળતાથી સફળ થતાં વિશેષ આનંદની લાગણી અનુભવશો. મિલન – મુલાકાત ફળશે. વિવાહઇચ્છુકો માટે પણ સમય શુભ જણાય છે. વેપાર-રોજગારમાં રાહત જણાશે. નોકરિયાત વર્ગ માટે પણ સમય શુભ પુરવાર થશે. શુભ કાર્યનું આયોજન શક્ય બનશે. તા. 4, 5, 6 આનંદમય દિવસો ગણાય. તા. 7, 8 શુભમય દિવસો પસાર થાય. તા. 9, 10 શુભ કાર્યનું આયોજન થઈ શકે.

કુંભ (ગ.શ.સ.ષ.)
આ સમયગાળામાં આપને દરેક બાબતમાં દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. આપ હરો ફરો, પરંતુ મનમાં આનંદ જણાશે નહિ. નાની-મોટી શારીરિક પીડા પણ આપના માટે ચિંતાનું કારણ બની જાય તેવી શક્યતાઓ પણ ખરી જ. ગૃહસ્થ જીવનમાં પણ પતિ-પત્ની વચ્ચે વિસંવાદિતા સાથે મનદુઃખના પ્રસંગો ઊભા થવાની શક્યતાઓ પણ ખરી જ. તા. 4, 5, 6 દરેક રીતે સંભાળવું. તા. 7, 8 ચિંતાજનક દિવસો ગણાય. તા. 9, 10 વિવાદથી દૂર રહેવું.

મીન (દ.ચ.ઝ.થ.)
સપ્તાહના પ્રારંભિક તબક્કામાં આપને દરેક રીતે રાહત સાથે આનંદની અનુભૂતિ થશે, પરંતુ જેમ જેમ દિવસો પસાર થાય તેમ તેમ વિવિધ વિટંબણાઓ આપના માટે ચિંતાજનક પરિસ્થિતિનું નિર્માણ કરશે. વેપાર – રોજગાર સાથે સંકળાયેલી વ્યક્તિઓએ નાણાકીય સાહસથી દૂર રહેવું હિતાવહ બની રહેશે. તા. 4, 5, 6 રાહત જણાય. તા. 7, 8 ચિંતાજનક દિવસો ગણાય. તા. 9, 10 સાહસથી દૂર રહેવું.