મોસ્કોમાં સાત દેશોના એનએસએની રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાત

 

મોસ્કો: રશિયા અને યુક્રેન યુદ્ઘ વચ્ચે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ રશિયાની બે દિવસીય મુલાકાતે છે. તેમણે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાત કરી. આ દરમિયાન બંને વચ્ચે ઘણી બાબતો પર વ્યાપક ચર્ચા થઇ હતી, જેમાં બંને પક્ષો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી ચાલુ રાખવા પર સહમતિ સધાઇ હતી. મોસ્કોમાં ભારતીય દૂતાવાસે ટ્વિટ કર્યુ કે અજીત ડોભાલે રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાત કરી. આ દરમિયાન બંને વચ્ચે દ્વિપક્ષીય અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી. ભારત-રશિયા વ્યૂહાત્મક ભાગીદારી જાળવવા પર પણ સંમત થયા હતા. અફઘાનિસ્તાન પર સુરક્ષા પરિષદના સચિવોની પાંચમી બેઠકમાં ભાગ લેવા ડોભાલ મોસ્કો પહોંચ્યા હતા. ડોભાલે કહ્યું કે કોઇપણ દેશ અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ આતંક ફેલાવવા માટે કરી શકે નહી. તેમણે એમ પણ કહ્યું કે અફઘાનિસ્તાનના લોકોની સુખાકારી અને માનવતાવાદી જ‚રિયાતો ભારતનીસર્વોચ્ચ પ્રાથમિકતા છે. અફઘાનિસ્તાન મુશ્કેલ તબક્કામાંથી પસાર થઇ રહ્યું છે અને ભારત અફઘાન લોકોને તેમની જ‚રિયાતના સમયે કયારેય છોડશે નહી. ભારતે કટોકટી દરમિયાન ૪૦,૦૦૦ મેટ્રિક ટન ઘઉં, ૬૦ ટન દવાઓ, પાંચ લાખ કોવિડ રસી મોકલીને અફઘાનિસ્તાનને મદદ કરી છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here