ન્યુઝીલેન્ડમાં ગેબ્રિયલ ચક્રવાતી તોફાન: પૂર અને વિનાશ બાદ ઇમરજન્સીની ઘોષણા

An NH90 helicopter and crew recover people from the rooftops of their homes in Esk Valley, Napier in this handout photo released on February 14, 2023. New Zealand Defence Force/Handout via REUTERS

 

ઓકલેન્ડ: ન્યુઝીલેન્ડમાં દરિયાઇ તોફાન ‘ગ્રેબિયલ’ની અસર જોવા મળી રહી છે. જેના કારણે ભારે વિનાશ થવાની આશંકા છે. આ જ કારણ છે કે ન્યુઝીલેન્ડ સરકારે ઇમરજન્સી જાહેર કરી છે. ન્યુઝીલેન્ડના ઇતિહાસમાં આ ત્રીજી વખત છે જયારે રાષ્ટ્રીય ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે. ગેબ્રિયલ વાવાઝોડાને કારણે અહીં અનેક ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યાં છે અને ભારે વરસાદ પડી રહ્યો છે. અત્યાર સુધીમાં ૬૦૦થી વધુ ફલાઇટસ રદ કરવામાં આવી છે. તોફાનના કારણે દેશના ઉત્તરીય વિસ્તારોમાં૨૫૦ કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો. ઓકલેન્ડ શહેરમાં પવનની ઝડપ૧૧૦ કિમી પ્રતિ કલાક હતી. ઉત્તરીય વિસ્તારમાં 

લગભગ ૪૦ હજાર ઘરોમાં વીજ પુરવઠો ઠપ્પ થઇ ગયો છે. વાવાઝોડાથી વ્યાપક પૂર અને ભૂસ્ખલનનો ભય પેદા થઇ ગયો છે. ન્યુઝીલેન્ડના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વાવાઝોડા ગેબ્રિયલ હમણાં લેન્ડફોલ થયું છે. 

આ દરમિયાન વીજ લાઇનો, રસ્તાઓ અને વૃક્ષોને નુકસાન થયું છે. પૂરમાં હજારો લોકોના ઘર ડૂબી ગયા છે. વડાપ્રધાને મદદ માટે ૬૦ કરોડ ૩૭ લાખ ૮૩ હજાર ‚પિયાના રાહત પેકેજની જાહેરાત કરી છે. આ સાથે દરિયાકાંઠાની નજીકના વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે જવા અપીલ કરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here