દેશમાં કોઈ પણ ઠેકાણેથી કરી શકાશે મતદાન, વતન જવું નહીં પડે

 

નવી દિલ્હીઃ કેન્દ્રની મોદી સરકારે બુધવારે ચૂંટણી સુધારા સંબંધિત એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. કેબિનેટની બેઠકમાં એક બિલને મંજૂરી આપવામાં આવી છે. આ બિલને અમલમાં મુક્યા બાદ સરકાર દ્વારા વોટરકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરાશે જેથી બોગસ મતદાન પર કાબુ મેળવી શકાય તેમજ મતદાર યાદીનું ડુપ્લીકેશન અટકાવી શકાય. આ ઉપરાંત સરકારે ચૂંટણી કાયદાને પણ જેન્ડર ન્યૂટ્રલ કરવાની કામગીરી કરવાનો નિર્ણય લીધો છે. ત્રીજો મહત્ત્વનો સુધારો એક વર્ષમાં ચાર વખત મતદાર નોંધણી કરવાની તક મળશે, જેનો લાભ ૧૮ વર્ષની ઉંમરે પહોંચેલા યુવાનોને મળશે