મોદી સરકારે બેન્કીંગ સેકટરમાં મોટા નિર્ણયનું એલાન કર્યુંઃ 10 સરકારી બેન્કોનો વિલય કરીને ચાર મોટી બેન્કો બનાવવામાં આવશે.

0
932

 નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે  આજે શુક્રવારે 30 ઓગસ્ટના દિવસે ઉપરોકત ઘોષણા કરકરતાં જણાવ્યું હતું કે, 2017માં દેશમાં 27 સરકારી બેન્ક હતી, હવે માત્ર 12 સરકારી બેન્કો જ રહેશે.તેમણે કહ્યું હતું કે, ગત વરસે ત્રણ બેન્કોનું વિલિનીકરણ કરવાને કારણે ફાયદો થયો રિટેલ લોન ગ્રોથમાં 25 ટકાની વૃધ્ધિ       થઈ હતી. 

    સરકાર એવું માને છે કે, બેન્કોનું વિલિનીકરણ કરવાને કારણે બેન્કોની લોન આપવાની ક્ષમતામાં વધારો થશે.બેન્કોની બેલેન્સ શીટ મજબૂત બનશે. સરકારનું મંતવ્ય એવું છેકે, બેન્કોનું માળખું આંતરરાષ્ટ્રીય   સ્તરનું બનાવવા માટે આ પુગલું લેવું જરૂરી છે. 5 ટ્રિ્લિયન ડોલરની આર્થિક વ્યવસ્થા નું૆ ( ઈકોનોમીનું ) નિર્માણ કરવાના લક્ષ્યની પૂર્તિમાં બેન્કોને ભાગીદાર બનાવવામાટે બેન્કોના માળખામાં પરિવર્તન કરવાનો આ જ અનુકૂળ – યોગ્ય સમય છે. આર્થિક સચિવ રાજીવ કુમારે એ વાત સ્પષ્ટ કરી હતી કે, બેન્કોના વિલિનિકરણની આ પ્રક્રિયામાં કોઈને કશું નુકસાન નહિ થાય . બન્કના કોઈ કર્મચારીને નોકરીમાંથી કાઢી નહિ મૂકાય, ઉલ્ટાનું બેન્કોના વિલયને લીધે કર્મચારીઓને મળતી સુવિધાઓમાં વધારો થશે. 

   નાણાંપ્રધાન  નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, સરકારી બેન્કોના બોર્ડને સ્વાયત્તતા આપવામાં આવશે. 

   દેશમાં હવે 12 સરકારી બેન્કો કાર્યરત રહેશે જેમાં ભારતીય સ્ટેટ બેન્ક,પંજાબ નેશનલ બેન્ક, બેન્ક ઓફ બરોડા, કેનેરા બેન્ક, યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા, બેન્ક ઓફ બરોડા, ઈલાહાબાદ બેન્ક, સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા , ઈન્ડિયન ઓવરસિઝ બેન્ક, યુસીઓ બેન્ક , બેન્ક ઓફ મહારાષ્ટ્ર તેમજ પંજાબ અને સિંધ બેન્કનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here