ભારતે ત્રીજી ટી-૨૦માં ન્યુઝિલેન્ડને ૧૬૮ રને હરાવી શ્રેણી ૨-૧થી જીતી

 

અમદાવાદ: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ત્રીજી અને નિર્ણાયક ર૦-૨૦ મેચ રમાઇ હતી. જેમાં ટીમ ઇન્ડિયાએ ૧૬૮ રનથી મેચ જીતી લીધી હતી. ન્યુઝિલેન્ડ ૧૨.૧ ઓવરમાં ૬૬ રનમાં જ ઓલઆઉટ થઇ ગયું હતું. ટીમ ઇન્ડિયાના બોલર્સ શાનદાર બોલિંગ કરી હતી. હાર્દિક પંડયાએ ૪ વિકેટ ઝડપી હતી. અર્શદીપ સિંહ અને શીવમ માવી અને ઉમરાન મલિકને ૨-૨ વિકેટ મળી હતી. ભારતે ટોસ જીતીને બેટીંગ લેવાનો નિર્ણય લીધો હતો. ભારતે ન્યુઝીલેન્ડને ૨૩૫નો લક્ષ્યાંક આપ્યો હતો. નિધાર્રિત ઓવરમાં ૪ વિકેટ ગુમાવી ૨૩૪ રન ફટકાર્યા હતા. ભારત તરફથી શાનદાર ફોમમાં ચાલી રહેલા શુભમન ગીલે કરિયરની પહેલી સદી ફટકારી ૬૩ બોલમાં ૧૨૬ કર્યા હતા. રાહુલ ત્રિપાઠીએ ૨૨ બોલમાં ૨૨ રન અને હાર્દિક પંડયાએ ૧૭ બોલમાં ૩૦ રન બનાવ્યા હતા. ન્યુઝીલેન્ડ તરફથી બ્લેર ટિકનર, ઇશ સોઢી, ડેરિલ મિચેલ અને માઇકલ બ્રેસવેલને ૧-૧ વિકેટ મળી હતી. ન્યુઝિલેન્ડની શ‚આત ખરાબ રહી હતી. ન્યુઝીલિન્ડના પાંચ ખેલાડીઓ ભારતીય બોલરો આગળ ટકી શકયા ન હતા અને ઝડપથી પેવેલિયન ભેગા થઇ ગયા હતા. આ પછી સેકન્ડ હાઇએસ્ટ રનસ્કોરર કેપ્ટન મિચેલ સેન્ટનર હતો, તેણે ૧૩ રન બનાવ્યા હતા. ભારતે ન્યુઝિલેન્ડને ૧૬૮ રને હરાવીને ૨-૧થી સિરીઝ કબજે કરી હતી.આ સાથે જ ભારતે ન્યુઝીલેન્ડને સતત ચોથીવાર ટી-૨૦ સિરીઝમાં હાર આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here