કાશ્મીરના મામલે લાચાર અને હતાશ થયેલા ઈમરાન ખાને પાકિસ્તાનની જનતાને અપીલ કરી – ભારતના પગલાંને વિરોધ કરવા માટે તમે સહુ બધું કામ છોડીને શેરીઓમાં ઉતરી પડો

0
1059
Imran Khan, chairman of the Pakistan Tehreek-e-Insaf (PTI) political party, speaks with a Reuters correspondent during an interview at his home in the hills of Bani Gala on the outskirts of Islamabad, Pakistan July 29, 2017. REUTERS/Caren Firouz

જમ્મુ- કાશ્મીરમાં કલમ 370 રદ કરાયા બાદ પાકિસ્તાન હાંફળું- ફાંફળું થઈ ગયું છે. પાકિસ્તાને મદદ માટે આખી દુનિયા પાસે હાથ લંબાવ્યો હતો. પરંતુ ઈમરાન ખાનને કોઈ પણ દેશ પાસેથી સમર્થન કે યોગ્ય પ્રતિસાદ પ્રાપ્ત થયો નહોતો. તેમને બધેથી નિરાશા જ મળી હતી. હવે તેમણે નવું ગતકડુંં કર્યું છે. 3370 કલમ રદ કરાયા બદલ આખા પાકિસ્તાનમાં જાહેર વિરોધ વ્યક્ત કરવામાં આવશે. લોકો બપોરે 12 થી 12-30 વાગ્યાના સમયગાળામાં આ વિરોધ કરશે. કાશ્મીરના મામલે પાકિસ્તાની પાૈર્લિયામેન્ટ્રી કમિટીની બેઠક દરમિયાન પાક નેશનલ એસેમ્બલીના સ્પીકર ફકર ઈમામે જણાવ્યું હતું કે, દેશની સંસદની સલાહ અનુસાર, શુક્રવારે બપોરે 12વાગ્યો દેશભરમાં વિરોધનું પ્રદર્શન કરવામાં આવશે. પાકિસ્તાનના રેલવેમંત્રીશેખ રશીદ અહેમદે ઝમાવ્યું હતું કે, બપોરના 12 વાગ્યાના સમયે વિરોધના પ્રતીકરૂપે દેશભરમાં ચાલતી તમામ ટ્રેનોક મિનિટ માટે  અટકાવી દેવામાં આવશે. શુક્રવારના બપોરના આ સમયને કાશ્મીર અવર જાહેર કરવામાં આવશે. આ સમય દરમિયાન પાકિસ્તાન અને કઆશ્મીરનું રાષ્ટ્રગીત વગાડવામાં આવશે.  

  આ અગાઉ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને એવી જાહેરાત કરી હતી કે, 30મી ઓગસ્ટથી દર અઠવાડિયે કાશ્મીરના લોકો માટે બપોરે 12થી 12-30 સુધી ખાસ કાર્યક્રમોની રજૂઆત કરવામાં આવશે. ઈમરાન ખાનની અપીલની પાકિસ્તાનમાં જ સખત ટીકીા કરવામાં આવી રહી છે. સોશ્યલ મિડિયા પર પણ કેટલાક પાકિસ્તાની પત્રકારો ઈમરાન ખાનની મજાક ઉડાવી રહ્યા છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here