અમેરિકાના વિદેશમંત્રી માઈક પોમ્પિઓનું નિવેદનઃ વિશ્વની અર્થવ્યસ્થા છિન્ન- ભિન્ન કરવાની અને સમગ્ર વિશ્વને કોરોનાની મહાંમારી અંગેની માહિતી ના આપવાની કિંમત ચીને ચૂકવવી જ પડશે.

0
1445

.
અમેરિકાના વિદેશમંત્રી માઈક પોમ્પિઓએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસ અંગેની માહિતી સમયસર અમેરિકા સહિત સમગ્ર વિશ્વથી છુપાવવા માટે ચીનને હરગિઝ માફ નહિ કરવામાં આવે. ચીનેએના અપરાઝની કિંમત ચુકવવી જ પડશે. ચીનની કમ્યુનિસ્ટ સરકરને માફ નહિ કરાય .દુનિયાભરમાં ફેલાયેલી કોરોનાની મહામારી અને અસંખ્ય લોકોના મોત માટૈે ચીન જ જવાબદાર છે. કોરોનાનું થઈ રહેલું સંક્રમણ – પ્રસાર અતિ ભયજનક છે.અમરિકાએ અનેકવાર પોતાના નિવેદનોમાં આ માટે ચીનને દોષી ગણાવ્યું છે. પ્રમખ ડોનાલ્ડ ટ્રમ્પ તો કોરોના વાયરસને ચીની વાયરસ તરીકે ગણાવે છે. માત્ર અમેરિકામાં જ કોરોનાને કારણે 50,000થી વધુ લોકોના મોત થયાં છે.
પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના જણાવ્યા અનુસાર, આ વાયરસ ચીનના વુહાન શહેરની લેબોરેટરીમાંથી જ જન્મ્યો છે, ત્યાંથી જ એનો પ્રસાર થયો છે. એ બાબત પર અમેરિકા નું વહીવટીતંત્ર ચોકસાઈથી નજર રાખીને તપાસ કરી રહ્યું છે.
વિદેશમંત્રી પોમ્પિઓએ પણ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ચીને આ ગંભીર અપરાધની કિંમત ચુકવવી જ પડશે. તમામ વિશ્વને આવી જીવલેણ મહામારીમાં ધકેલી દેવા બદલ ચીન જવાબદાર છે. જો કે હાલમાં મારું ફોકસ ચીન પર નહિ, કોરોનાને કારણે સંક્રમિત થયેલા બિમાર લોકોની સારવારમાં, કોરોનાને અકાવવા માટેના જરૂરી ઉપાયે તાકીદે કરવામાં અને અમેરિકની અર્થ- વ્યવસ્થાને પાટા પર લાવવાની કામગીરી પર કેન્દ્રિત થયું છે. એકવાર અમેરિકાના લોકો સ્વસ્થ થઈ જશે એટલે દેશની અર્થ- વ્યવસ્થા આપોઆપ પગભર થઈ જશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here