મહા પૂણ્યનું ભાથુ બાંધવાની તક

 

બિલિમોરાઃ ગુજરાત રાજ્યમાં નવસારી જિલ્લામાં મહાવીર કલ્યાણ અને વિકાસ ટ્રસ્ટની મુખ્ય કાર્યકતાશ્રીએ અનાથ સંતાનોથી તરછોડાયેલા અને કુટુંબના બધા સભ્યો ગુજરી જવાથી અનેક વૃદ્ધોનું જીવન નરકમાં રખડતા હોય તેવા તથા ભુખ અને આશરો નહીં હોવાના કારણે તડપતા વૃદ્ધોને લઈ શ્રી માધવલાલ પુરોહિતે પ્રતિજ્ઞા લીધી કે હે પરમકૃપાળુ પરમાત્મા આ નાનકડા જીવનમાં આવા વૃદ્ધોને માતૃ-પિતૃ જેવા પ્રેમ આપી તેમને વિનામુલ્યે પુત્ર ભાવથી જમાડું તથા તેઓના જીવનને સુખી કરું.

શ્રી માધવલાલની સેવા યાત્રા દક્ષિણ ગુજરાતના બીલીમોરા એટલે કે પવિત્ર ભૂમિ પર વૃદ્ધાશ્રમ સ્થાપીને અનેક વૃદ્ધોને આશરો આપી ભરણાપોષણ કરીને કળિયુગમાં પણ પવિત્ર કાર્ય ચાલુ રાખ્યું છે. લાંબા સમયથી ઓછી મદદ તથા દાન મળવા છતાં આ વૃધ્ધાશ્રમમાં વિના મૂલ્યે રહેઠાણ, ભોજન, દવા તથા પુુત્રથી અધિક સેવાનુ અમુલ્ય ઉદાહરણ પૂરું પાડ્યું છે. આશરો લઈ રહેલા આ વૃધ્ધોને તેમનું આરોગ્ય જળવાઈ રહે તથા તેમને દેશી ગાયના દૂધ-તથા અન્ય સાત્વિક ભોજન આપવાની સેવા તેમના મનમાં છે. સમાજમાંથી અમુક સજ્જનોનું સુચન છે કે આ વૃધ્ધો માટે ખૂલ્લું વાતાવરણ હોય ત્યાં નાનકડો બગીચો હોય ત્યાં તેમને શુધ્ધ પ્રાણવાયુ સાથે પ્રકૃતિનો પ્રેમ મળે.

માધવલાલજી આ બાબતમાં સૂચનો મળ્યા પણ માર્ગદર્શન નહીં. પરંતુ શનિવારની એક પવિત્ર રાત્રે આકાશથી પ્રેરણા મળી કેે હે માધવલાલ, તું છેલ્લા ૨૦ વર્ષથી બહુ જ ઓછી મદદ મળવા છતાં ૩૦૦થી વધુ વૃધ્ધોની સેવા કરેલ છે. હું તમને આશીર્વાદ આપુ છું કેે આવા અનાથ વૃધ્ધોની સેવા કરવા વિશાળ ખાલી જગ્યામાં આ વૃધ્ધાશ્રમને સર્વગાશ્રમમાં પલટાવી દે. સરકારની મદદ વગર તથા બહુ જ ઓછા દાન આપનાર મળ્યા છતાં તે આ વૃધ્ધોની સેવા છોડી નથી. તેથી તમારીં અપેક્ષા ઇચ્છા પૂર્ણ થશે. ભારતની પવિત્રભૂમિમાં ઘણા જ પૂણ્યશાળી દાનવીર છે. ફક્ત શ્રદ્ધા રાખી અપીલ કરો અને આપણા વૃધ્ધોને માટે વિશાળ મકાન, નાનકડો, બગીચો, લાયબેરી, સત્સંગ ખંડ, નાનકડુ સર્વ ધર્મ મંદિર અને પાંચ એકરમાં ગાયવાળી ગૌશાળાના સ્થાપના સ્વપન પૂ્ણ્઱ થશે. આ તબક્કે અપીલ છે કે છેલ્લા વીસ વર્ષથી વિનામૂલ્ય સેકડો વૃધ્ધોની વિનામુલ્યે ચાલી રહેલ સેવાયજ્ઞમાં જોડાઓ. ગુજરાત રાજસ્થાન અને મહારાષ્ટ્રને પ્રેમની વિનંતી છે. ગુજરાતના પવિત્ર શહેર બીલીમોરામાં આવેલા વૃધ્ધાશ્રમને દાન આપી અપાવી તેમની ઝોળી ભરી દઈએ. આ વૃધ્ધાશ્રમમાં ૮૦ (જી)૫ અન્વયેે અપાતુ દાન કરમુક્તિને લાભ પ્રાપ્ત છે.

આપણે રોકડ નાણું, સાધન સામગ્રી સહાય વિગેરે આપીને આપણે તેને ગુજરાતનું આદર્શ વૃધ્ધાશ્રમ બનાવી ગુજરાતને ગૌરવ અપાવીએ. વિશ્વમાં બેઠેલા પવિત્ર દાનવીરો જેમના હૃદયમાં રામ વસે છે. તેવા દાનવીરો ખુલ્લા દિલથી દાન દઈ આ અલગારી સંત જેવા શ્રી માધવલાલનેે મદદ કરી જીવન ધન્ય બનાવીએ.

આ વૃધ્ધાશ્રમ નવસારી જિલ્લાનાં બીલીમોરા શહેરમાં વિશ્રામગૃહની આગળ બીલીમોરા ખાતે ચાલી રહ્યું છે. જો કોઈ દાનવીર દાતાશ્રીને ઉપર મુજબ સંપર્ક કરી મુલાકાત કરી શકે છે. (જા.ખ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here