RSS છે દેશભક્તિની સૌથી મોટી પાઠશાળા, રાહુલને સમજતા વાર લાગશેઃ જાવડેકર

 

નવી દિલ્હીઃ અમેરિકી યુનિવર્સિટીના કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર રાહુલ ગાંધીના  આરોપો પર ભાજપે બુધવારે પલટવાર કર્યો છે. ભાજપે કહ્યું કે, RSS એક પાઠશાળા છે અને રાહુલ ગાંધીને તેને સમજવામાં સમય લાગશે. રાહુલ ગાંધીએ મંગળવારે અમેરિકી યુનિવર્સિટીના કાર્યક્રમમાં દેશની સંસ્થાઓમાં RSS દખલનો આરોપ લગાવ્યો હતો.

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યુ કે, પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને RSS સમજવામાં ખુબ સમય લાગશે. તેમણે કહ્યું, RSS દેશભક્તિની વિશ્વમાં સૌથી મોટી પાઠશાળા છે. તેથી દુનિયામાં તેનો આદર છે અને ભારતમાં તેની ભૂમિકા છે. લોકોમાં સારું પરિવર્તન લાવવું, લોકોને દેશભક્તિ માટે પ્રેરિત કરવા, આ સંઘ કરે છે.

મંત્રી જાવડેકરે કટોકટીને લઈને રાહુલ ગાંધીના તે નિવેદનને હાસ્યાસ્પદ ગણાવ્યું જેમાં તેમણે કહ્યું હતું કે કટોકટી એક ભૂલ હતી, પરંતુ કોંગ્રેસે સંસ્થાગત માળખાને નુકસાન પહોંચાડ્યું નથી. કેન્દ્રીય મંત્રીને કટોકટી સંબંધી રાહુલની સ્વીકૃતિ વિશે સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું, આજે તેના પર વધુ ટિપ્પણી કરવા ઈચ્છતો નથી, પરંતુ તેમણે કહ્યું કે, કોંગ્રેસે ક્યારેય દેશના સંસ્થાગત માળખા પર કબજો કરવાનો પ્રયાસ નથી કર્યો, જ્યારે કટોકટી દરમિયાન બધી સંસ્થાઓને બંધ કરી દેવામાં આવી હતી. 

તેમણે આગળ કહ્યું, બધા સંગઠનોની આઝાદી સમાપ્ત કરી દેવામાં આવી હતી. તમામ પાર્ટીઓ પર પ્રતિબંધ લાગી ગયો હતો. કટોકટી દરમિયાન સાંસદો અને ધારાસભ્યોની ધરપકડ કરવામાં આવી હતી. લાખો લોકોને બંદી બનાવવામાં આવ્યા. સાથે અખબારોની આઝાદી સમાપ્ત કરી દેવામાં આવી. સંસ્થાગત માળખાને નુકસાન નથી પહોંચાડ્યું, તેમ કહેવું હાસ્યાસ્પદ છે. 

આ પહેલા શિવસેનાની સાથે મળીને મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીની સરકાર ચલાવી રહેલા કોંગ્રેસ અને એનસીપીના નેતાઓએ પણ રાહુલ ગાંધીના કટોકટી વાળા નિવેદનને લઈને ભાજપ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. મહારાષ્ટ્ર કોંગ્રેસ નેતા નાના પટોલેએ રાહુલના નિવેદનનું સ્વાગત કરતા પૂછ્યુ કે, ભાજપ અને વડા પ્રધાન મોદી ૨૦૦૧મા ગુજરાતના ગોધરામાં માહોલ ખરાબ કરવા માટે માફી ક્યારે માંગશે? એનસીપી નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિકે કહ્યું હતું કે, રાહુલની જેમ ગુજરાત તોફાનો માટે ભાજપે માફી માગવી જોઈએ. 

અમેરિકાની કોર્નેલ યુનિવર્સિટીમાં પ્રોફેસર અને ભારતના પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર કૌશિક બસુની સાથે થયેલી વાતચીત દરમિયાન કટોકટી પર પૂછાયેલા એક સવાલના જવાબમાં રાહુલે ગાંધીએ કહ્ય્ાું હતું કે, કટોકટીમાં જે પણ થયું હતું તે ખોટુ હતું, પરંતુ તેમાં અને આજની પરિસ્થિતિમાં ખુબ જ અંતર છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here