વૈજ્ઞાનિકોએ દક્ષિણ આફ્રિકામાં વિશ્વનું સૌથી જૂનું ગ્લેશિયર શોધ્યું

દક્ષિણ આફ્રિકાઃ વૈજ્ઞાનિકોએ દક્ષિણ આફ્રિકામાં વિશ્વના સૌથી જૂના ગ્લેશિયરના નિશાન શોધી કાઢ્યા છે. આ ગ્લેશિયર્સ ૨.૯ અબજ વર્ષ જૂના છે અને તેની અંદરના ખડકોમાંથી સોનાના ભંડાર મળી આવ્યા છે. શોધ સૂચવે છે કે ભૂતકાળમાં ખંડ પર બફરના ઢગલા અસ્તિત્વમાં હતા, વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ પ્રદેશ કાં તો પૃથ્વીના ધ્રુવની નજીક હતો અથવા તો પૃથ્વીનો કેટલોક ભાગ અત્યંત ઠંડી ‘સ્નોબોલ અર્થ’માં થીજી ગયો હતો.
જીઓકેમિકલ પસ્ર્પકિટવ્સ લેટર્સ જર્નલમાં પ્રકાશિત થયલા એક અભ્યાસમાં જણાવાયું છે કે પ્રાચીન ખડકોમાં ઓકિસજન આઇસોટોપની સાંદ્રતા સાથે, ભૌતિક પુરાવા પણ મળ્યા છે. આ પુરાવા સૂચવે છે કે આ ગ્લેશિયર્સ ૨.૯ અબજ વર્ષ જૂના છે.
અમેરિકાની ઓરેગોન યુનિવર્સિટીના પ્રોફેસરઇલ્યા બિન્ડેમેને જણાવ્યું હતું કે અમને દક્ષિણ આફ્રિકાના સોનાના ક્ષેત્રોની નજીકએક હિમનદીનો ભંડાર મળ્યો છે. તે પૃથ્વીના કેટલાક ક્ષેત્રોમાંનું એક છે જે બદલાયું નથી. તેઓએ કહ્યું કે આ હિમનદી મોરેન અશ્મિના જમા થવાને કારણે બનેલું છે. તે મૂળભૂત રીતે ગ્લેશિયર દ્વારા છોડવામાં આવેલા કાટમાળ છે. જે ધીમે ધીમે ઓગળે છે અને સંકોચાય છે. તે અત્યાર સુધીની સૌથી જૂની મોરેઇન ભંડાર છે. ‘અમને જાણવા મળ્યું કે આ ખડકોમાં ૧૮૦ ઓકિસજન અત્યંત ઓછો હતો. જયારે ૧૭૦ ખૂબ જ વધારે હતો.’ બિન્ડેમેને જણાવ્યું હતું. આ સૂચવે છે કે તેઓ બર્ફીલા તાપમાને રચાયા હોવા જોઇએ. તે જ સમયે, જોહાનિસબર્ગ યુનિવર્સિટીનાપ્રોફેસર એકસેલ હોફમેન કહે છે કે વિશ્વનો સૌથી મોટો સોનાનો ભંડાર અભ્યાસ કરાયેલા ખડકોની ઉપરની નાની ટેકરીઓમાં જોવા મળે છે. આવી સ્થિતિમાં, એવું બની શકે છે કે બરફમાંથી ગ્રીનહાઉસની સ્થિતિમાં ફેરફારને કારણે તે સોનાના ભંડારની રચના કરવામાં મદદ મળી હોય. જો કે હજી સુધી આની પુષ્ટિ થઇ નથી અને આ દિશામાં વધુ કામ કરવાની જરૂર છે.
પ્રાપ્ત માહિત પ્રમાણે સંશોધકોએ આ ખડકોમાંથી ઓકિસજન આઇસોટોપનું પણ વિશ્લેષણ કર્યુ છે, જે દર્શાવે છે કે જે સમયે અહી ખડકો જમા થયા હતા તે સમયે આબોહવા ઠંડું હોવું જોઇએ. વિશ્લેષણ દરમિયાન, સંશોધકોએ ત્રણ ઓકિસજન આઇસોટોપ, ૧૬૦, ૧૭૦ અને ૧૮૦ની માત્રાનો પણ અભ્યાસ કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here