E અને L નોન ઇમિગ્રન્ટ જીવનસાથી માટે USCIS માર્ગદર્શનની અપડેટ્સ

0
681

 

 

નોન ઇમિગ્રન્ટ E અને L વીઝા માટે દસ્તાવેજોની જરૂરિયાત અંગેના પોલિસી મેન્યુઅલને USCIS તરફથી અપડેટ કરવામાં આવ્યું છે. નોન ઇમિગ્રન્ટ સ્ટેટસના આધારે એમ્પ્લોયમેન્ટ ઑથોરાઇઝેશન માટે જરૂરી ગણાતા દસ્તાવેજો અંગે આ અપડેટ છે.

12 નવેમ્બર 2021ના રોજ USCIS તરફથી પોલિસી એનાઉન્સમેન્ટ જાહેર કરીને સ્પષ્ટતા કરવામાં આવી હતી કે વેલીડ નોન ઇમિગ્રન્ટ સ્ટેટસના આધારે E અને L વીઝા પરના જીવનસાથીને એમ્પ્લોયમેન્ટ ઑથોરાઇઝેશન માટે વિચાર કરાશે. નવેમ્બર 2021ની આ જાહેરાત બાદ ગૃહ મંત્રાલય તરફથી ક્લાસ ઑફ એડમિશનમાં ઉમેરો કરવામાં આવ્યો છે અને તેમાં E અને L જીવનસાથી અને સંતાનો વચ્ચે ફરક કરવામાં આવ્યો છે.

30 જાન્યુઆરી, 2022થી USCIS અને CBP તરફથી આ નવા ક્લાસ ઑફ એડમિશનને ધ્યાનમાં રાખીને Forms I-94 આપવાનું શરૂ થયું છે. કેટલાક E અને L જીવનસાથીઓ માટે આ પ્રકારે નવા કોડ આપવામાં આવી રહ્યા છે: E-1S, E-2S, E-3S, અને L-2S. આ નવા કોડમાંથી કોઈ પણ એક કોડ ધરાવનારા માટેના સમય વીતીના ગયા હોય તેવા Form I-94 સ્વીકારવામાં આવે છે અને તેને એમ્પ્લોયમેન્ટ ઑથોરાઇઝેશનના પુરાવા તરીકે ગણવામાં આવે છે. Form I-9ના લિસ્ટ સી નીચે આ રીતે ઑથોરાઇઝેશન ગણવામાં આવે છે.

 

જો તમે 21 વર્ષથી વધુની ઉંમરના E અથવા L જીવનસાથી કેટેગરીમાં આવતા હો અને USCIS તરફથી 30 જાન્યુઆી, 2022 પહેલા બહાર પડાયેલું તમારું Form I-94 એક્સપાયર ના થયું હોય તો USCIS તમને મેઇલથી નોટીસ મોકલવાનું શરૂ કરશે. 1 એપ્રિલ, 2022થી આ નોટિસ આપવાનું શરૂ થશે અને તેમાં એક્સપાયર ના થયા હોય તેવા Form I-94 અને જેમાં E-1, E-2, E-3, E-3D, E-3R, અથવા L-2 નોન ઇમિગ્રન્ટ સ્ટેટસ હશે તેને એમ્પ્લોયમેન્ટ ઑથોરાઇઝેશનના પુરાવા તરીકે માન્ય ગણવામાં આવશે. જો તમારી ઉંમર 21 વર્ષથી ઓછી હોય અને E અથવા L જીવનસાથી કેટેગરીમાં આવતા હો તો અને 30 એપ્રિલ સુધીમાં તમને નોટીસ ના મળી જાય તો ત્યારે તમારે અહીં ઇમેઇલ કરવો જોઈએ – [email protected] . અહીં ઇમેઇલ કરીને તમે નોટીસ માટે રિક્વેસ્ટ કરી શકો છો.

Form I-539 મંજૂર થયું હોય તેના આધારે તમે લાયક જીવનસાથી ગણાયા હોવ તો ત્યારે જ USCIS તમને નોટીસ મોકળશે. જેમને યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન તરફથી Form I-94 મળ્યું હોય તેમણે વિગતો માટે www.cbp.gov જોઈ લેવું જોઈએ.

અમેરિકાના આ પ્રકારના ઇમિગ્રેશન અને નેશનાલિટી અંગેના નિયમો તમને, તમારા પરિવાર અને મિત્રોને કેવી રીતે અસર કરે છે તે જાણવા માટે NPZ લૉ ગ્રુપના લૉયર્સનો સંપર્ક કરી શકો છો. આ માટે ઇમેઇલ કરો [email protected] અથવા ફોન કરો 201-670-0006 (104). વધુ માહિતી માટે જુઓ અમારી વેબસાઇટ www.visaserve.com.

NPZ Law Group, P.C.

Phone: 201-670-0006 (ext. 107)

Website: https://visaserve.com/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here