પાટીલ કહેતા હતા કે અમે કોંગ્રેસવાળાને નહિ લઈએ, પણ આ થૂંકેલું ચાટે તેવી પાર્ટી છેઃ જગદીશ ઠાકોર

 

ગાંધીનગરઃ ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ એવું કહેતા હતા કે અમે કોંગ્રેસવાળાને લઇશું નહિ, પણ આ થૂકેલું ચાટે તેવી પાર્ટી છે, જેટલા ધારાસભ્યોને જવું હોઇ તે જાય તેવું વિવાદાસ્પદ નિવેદન કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદિશ ઠાકોરે કર્યુ હતું. પ્રદેશ પ્રભારી રઘુ શર્માએ કોંગ્રેસના સંગઠનમાં બે દિવસમાં મોટા ફેરફાર થશે તેવી રાહુલ ગાંધીની સાથેની બેઠક પછી જાહેરાત કરી હતી. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદિશ ઠાકોરે કહ્યું હતું કે, કોંગ્રેસમાંથી ભાજપમાં ૧૦ ધારાસભ્યો જાય કે ૧૫ ધારાસભ્યો જાય જેમને જવું હોઇ તે જાય, ભાજપને કોંગ્રેસને નેતાઓ વગર ચાલતુ નથી. ગુજરાત પ્રદેશ પ્રમુખ ઠાકોર અને પ્રદેશ પ્રભારી રઘુ શર્મા દિલ્હી ગયા હતા. તેઓ રાહુલ ગાંધીને મળીને આઝાદીના ૭૫ વર્ષ નિમિત્તે અમદાવાદમાંથી નિકળનારી ૧૨૦૦ કિલો મીટરની આઝાદી ગૌરવ યાત્રા બાબતે ચર્ચા કરી હતી. ઉલ્લેખનીય છે કે, આ યાત્રા ૬ એપ્રિલ, ૨૦૨૨ના રોજ નીકળીને ૧ જુન, ૨૦૨૨ના રોજ દિલ્હી પહોંચશે. બીજી યાત્રા ચંપારણ્યથી ૧૭ એપ્રિલ, ૨૦૨૨સે નીકળશે જે પશ્ચિમ બંગાળમાં ૨૭મી મે સુધીમાં પહોંચશે.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here