ભાવનગરમાં ભાવરંગ સંગીત ઉત્સવનું આયોજન

ભાવનગરઃ કલાના માધ્યમથી માનસિક સ્વાસ્થ્યની અને આંતરિક િવકાસની પ્રાપ્તિના દૃષ્ટિકોણ સાથે છેલ્લાં પચ્ચીસ વર્ષથી કાર્યરત સેન્ટર ફોર એક્સલન્સ અને માઇકોસાઈનના નેજા હેઠળ નિશીથભાઈ મહેતા, પથિકભાઈ મહેતા અને ભાગ્યશ્રી મહેતા દ્વારા ભાવનગર શહેરના મેઘાણી સભાગૃહમાં ચાર યુવાન શાસ્ત્રીય કલાકારોની પ્રસ્તુતિનો કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમના પ્રારંભે ભાવનગરના રાજ પરિવારના સંયુક્તા દેવી સહિત વિનુભાઈ ગાંધી, ઉદ્યોગપતિ કોમલકાંત શર્મા, પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા અને સચિનભાઈના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું. ઉપસ્થિત ન રહી શકેલ ઈન્ડિયન કાઉન્સિલ ફોર રીલેશન્સના પ્રમુખ ડો. વિનય સહસ્ત્રબુદ્ધે તથા અિભનેત્રી માનસી પારેખના વિડિયો શુભેચ્છા સંદેશ દર્શાવાયા હતા. સ્વાગત પ્રવચનમાં નિશીથભાઈ મહેતાએ સંસ્થાની પ્રવૃત્તિ પાછળનો દૃષ્ટિકોણ વિશે વાત કરી હતી. આ પ્રસંગે પ્રથમ ક્રમે રજૂ થયેલ ગાયક એમ. બાલચંદ્ર પ્રભુએ થોડા િવસ્તારથી રાગ પૂરિયા ધનાશ્રીમાં મધ્યલય ગીતાલની બંદિશ રજૂ કરી હતી. ત્યારબાદ ભજન ‘બાજે મુરલીયા બાજે’ રજૂ કર્યું હતું. તે પછી ફિલ્મ બસંત બહારનું ગીત ‘કેતકી ગુલાબ જુહી’ રજૂ કર્યું હતું. ઘેરા, મધુર અવાજમાં થયેલ ભાવવાહી પ્રસ્તુતિને શ્રોતાઓએ મનથી માણ્યો હતો.
13 વર્ષના અિનર્બન રોયની વાંસળીને એની જ બહેન મૈત્રેયી રોયે ગાયનથી સાથ આપ્યો હતો. અંતમાં મૈત્રેયીએ રવીન્દ્રનાથ ટાગોરની જાણીતી રચના ‘એકલો જાને રે’ રજૂ કરી હતી. ગાયન-વાદનની જુગલબંદીએ શ્રોતાઓને પ્રભાિવત કર્યાં હતા. અંતમાં પ્રસ્તુત થયેલા ગાયીકા સ્તુતિ મિશ્રાએ પ્રથમ રાગ માલકૌંસ સુંદર િવસ્તારથી પ્રસ્તુત કર્યો હતો. ત્યારબાદ મરાઠીગીત રજૂ કર્યું હતું.
મૂળ ભાવનગરના પંડિત બળવંતરાય ભટ્ટ ‘ભાવરંગ’ની રાગ અડાણાની બંદિશ ‘હોરી હોરી હોરી’ રજૂ કરી હતી. અંતમાં રાગ ભૈરવીમાં ઠુસરી સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો.
આ પ્રસંગે તબલા ઉપર શ્રીવત્સ શર્મા, િદ્ધજ ગંધર્વ અને અજીત પાઠક, હાર્મોનિયમ પર શ્રીધર ભટ્ટ અને ચૈતાલી તથા સારંગી ઉપર મોશીન ખાને વિવેકપૂર્ણ સુંદર સાથ િનભાવ્યો હતો. તાનપૂરા સંગત કુ. ઈશા દવે અને કુ. પુષ્ટિ ભટ્ટે સાથ આપ્યો હતો. કાર્યક્રમનું સંચાલન નેહલ ગઢવીએ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here