વિશ્વની વસ્તી આઠ અબજઃ ભારત ૨૦૨૩ સુધીમાં વધુ વસ્તી ધરાવતો દેશ બનશે

 

નવી દિલ્હીઃ વિશ્વની વસ્તીમાં મોટો ફેરફાર થશે. યુનાઈટેડ નેશન્સ અનુસાર વિશ્વની વસ્તી આઠ અબજ સુધી પહોંચી જશે. વિશ્વના કોઈ પણ ખૂણે બાળક જન્મે ઍ આઠ અબજમુ બાળક હશે. યુનાઈટેડ નેશન્સ ડિપાર્ટમેન્ટ ઓફ પોપ્યુલેશને જણાવ્યું હતું કે આગામી દાયકાઓમાં વસ્તી વધતી રહેશે, ૨૦૫૦ સુધીમાં આયુષ્ય વધીને સરેરાશ ૭૭.૨ વર્ષ થશે. ૧૫ નવેમ્બર સુધીમાં, પૃથ્વી પર મનુષ્યોની સંખ્યા વધીને આઠ અબજ થઈ જશે. ભારત માટે ખતરાની ઘંટડી વાગી રહી છે, કારણ કે ઍવો અંદાજ છે કે દેશની વસ્તી સતત વધશે અને ૨૦૫૦ સુધીમાં તે ૧.૭ અબજને પાર કરી શકે છે. યુનાઈટેડ નેશન્સ અનુસાર, ૨૦૨૧માં, સરેરાશ પ્રજનન દર સ્ત્રી દીઠ ૨.૩ બાળકો હતા, જે ૧૯૫૦માં લગભગ પાંચ કરતા ઓછા હતા, જે ૨૦૫૦ સુધીમાં ઘટીને ૨.૧ થઈ જશે. યુનાઈટેડ નેશન્સે આગાહી કરે છે કે વિશ્વની વસ્તી ૨૦૩૦માં લગભગ ૮.૫ અબજ, ૨૦૫૦માં ૯.૭ અબજ અને ૨૦૮૦માં લગભગ ૧૦.૪ અબજ સુધી વધી જશે. જુદા જુદા પ્રદેશોમાં સરેરાશ ઉંમર પણ અલગ છે. સરેરાશ ઉંમર હાલમાં યુરોપમાં ૪૧.૭ વર્ષ છે જ્યારે આફ્રિકામાં ૧૭.૬ વર્ષ છે. સ્નો કહે છે કે આ અંતર આજના જેટલું મોટું ક્યારેય નહોતું. આ સંખ્યા અલગ હોઈ શકે છે, પરંતુ ભૂતકાળની જેમ નહીં જ્યારે દેશોની સરેરાશ ઉંમર મોટાભાગે નાની હતી. કેટલાક નિષ્ણાતો માને છે કે આ પ્રાદેશિક વસ્તી વિષયક તફાવતો આગળ જતા ભૌગોલિક રાજનીતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. તે જ સમયે, ચીનની ૧.૪ અબજ વસ્તી ધીમે ધીમે ઘટવા લાગશે અને ૨૦૫૦ સુધીમાં તે ૧.૩ અબજ સુધી પહોંચી જશે. આ સદી સુધીમાં વસ્તી માત્ર ૮૦ કરોડ સુધી રહી શકે છે. બીજી તરફ,  ભારતની વાત કરીઍ તો ૨૦૨૩ સુધીમાં તે ચીન કરતા વધુ વસ્તી ધરાવતો દેશ બની શકે છે. તેમજ ૨૦૫૦ સુધીમાં તે ૧.૭ અબજને પાર કરી શકે છે. ૨૦૫૦માં અમેરિકા ત્રીજા નંબરનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here