પાકિસ્તાન અને ચીન વચ્ચે બસ-સેવા શરૂ કરવામાં આવી

0
1082
Reuters

પાકિસ્તાન અને ચીન વચ્ચે બસ-સેવા શરૂ કરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. પાકિસ્તાનના લાહોરથી ચીનના કાશગર સુધી આ બસ સર્વિસ શરૂ કરાઈ છે. ભારત સરકારે આઅંગે નારાજગી વ્યક્ત કરી હતી. આમ  ભારતની અવગણના કરીને પાકિસ્તાન અને ચીને આ બસ – સેવા શરૂ કરી દીધી હતી.

આ બસ- સેવા 5 નવેમ્બરની રાતે સૌપ્રથમવાર શરૂ કરાઈ હતી. ચીન અને પાકિસ્તાન વચ્ચેના 60 અબજ ડોલરના તૈયાર કરવામાં આવેલા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ સીપીઈસીની અંતર્ગત, આ માર્ગ- પરિવહનનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. ચીનના વિદેશ મંત્ર્યાલયે આ બસ-સેવાની તરફેણ કરી હતી. ચીનના વિદેશ મંત્ર્યાલયે જણાવ્યું હતું કે, ઈસ્લામાબાદનો ક્ષેત્રીય વિવાદ સાથે કોઈ સંબંધ નથી. પાકિસ્તાનના લાહોરથી ચીન સુધીની યાત્રા કરાવનારી આ બસને લાહોરતી ચીનના કાશગર સુધી પહોંચતાં 36 કલાકનો સમય લાગશે. લાહોરથી આ બસ સર્વિસ શનિવાર, રવિવાર, સોમવાર અને મંગળવારે આેપરેટ કરાશે . જયારે કાશગરથી આ બસ – સેવા મંગળવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવારે કાર્યરત રહેશે. આ બસ-સેવાનું એક તરફનું ભાડું રૂા. 13,000 અને રિટર્ન ટિકિટ સાથેનું ભાડું 23,000 રૂા .  નક્કી કરવામાં આવ્યું છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here