૧૦૦ આદિવાસી નવયુગલો પૂ. મહંતસ્વામી મહારાજના આશીર્વાદ લઈ લગ્નગ્રંથીથી જોડાયા

સુરત: વિશ્વવંદનીય સંત પૂ. મહંતસ્વામી મહારાજ સુરતના આંગણે ભકતોને લાભ આપી રહ્યા છે એ દરમિયાન સાબરકાંઠા-હિંમતનગર અને તેની આસપાસના ૧૦૦ જેટલા યુવાનો લગ્નગ્રંથીથી જોડાવાના સમયે મહંતસ્વામી મહારાજના આશીર્વાદ લેવા માટે ખાસ સુરત આવ્યા હતા. આ તમામ યુવાનોને વ્યસનમુકત જીવન જીવવાના મહંતસ્વામી મહારાજે આર્શીર્વાદ પાઠવ્યા હતા.
હિંમતનગરમાં આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના દશાબ્દી મહોત્સવ નિમિત્તે આ વિસ્તારના ૧૦૦ જેટલા યુગલોના લગ્નનું સંસ્થા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આ લગ્નમાં જોડાનારા ૧૦૦ જેટલા નવયુગલો અને તેના પરિવારજનો પૂ. મહંતસ્વામી મહારાજના આશીર્વાદ લેવા માટે સુરતમાં આવ્યા હતા. પૂ. મહંતસ્વામી મહારાજની પ્રાત:પૂજામાં આદિવાસી બંધુઓએ કીર્તન અને આદિવાસી પારંપારિક નૃત્ય રજૂ કર્યુંં હતું. સામાન્ય રીતે આદિવાસી સમાજના લગ્નોમાં મોટાભાગે લગ્ન પ્રસંગે દારૂ પીવો, માંસાહાર કરવો જેવી પ્રથા પ્રવર્તતી હોય છે. પરંતુ આ ૧૦૦ નવયુગલો અને તેમના પરિવારજનોએ આ પ્રથાને તિલાંજલી આપી શુદ્ઘ સાત્વીક અને વૈદિક પરંપરાથી લગ્ન કરવાનું નકકી કર્યુંં હતું. આદિવાસી યુવાનો અને તેમના પરિવારજનોની આવી શુદ્ઘ ભાવનાથી પ્રસન્ન થયેલા મહંતસ્વામી મહારાજે તમામ પર રાજીપો વરસાવી તેઓના મીંઢળ, લગ્નના ધરેણા અને અન્ય વસ્તુઓ પ્રસાદીમાં આપી હતી.આ પ્રસંગે આદિવાસી નવયુગલો અને તેમના પરિવારજનોને આશીર્વાદ આપતા મહંતસ્વામી મહારાજે જણાવ્યું હતું કે, “લગ્ન એ એક પવિત્ર વિધી છે. રૂપ અને ગુણોનો સોદો નથી એ એક આઘ્યાત્મિક બાબત છે. પતિ પત્ની બંને એકબીજાને વફાદાર રહી લગ્ન પાળે તથા સુખ અને દુ:ખમાં એકબીજાને સહાયભૂત થાય તો લગ્નજીવન સુખદાયી નિવડે. લગ્ન એ સામાન્ય બાબત નથી. પણ એકબીજાને સમજીને સહાયરૂપ થવાની વિધિ છે.
વિશ્વવંદનીય સંત પૂ. પ્રમુખસ્વામી મહારાજ હંમેશા આદિવાસીઓને પ્રેરણા આપતા કહેતા કે “આદિ એક ભગવાન છે અને તે ભગવાનનો તમારામાં વાસ છે માટે તમે આદિવાસી છો. માટે આપણે કોઇથી નાના છીએ એવું ન સમજવું. નિયમ ધર્મ પાળી ભગવાનની ભકિત કરવી.” સુરતના દસ હજારથી વધારે ભકતોની હાજરીમાં સો આદિવાસી યુગલોને મંહતસ્વામી મહારાજે પ્રભુતામા પગલા મંડાવ્યા ત્યારે દરેક ભકતો હ્યદયથી સ્વામીશ્રી તથા બીએપીએસ સંસ્યાને વંદી રહ્યા. આદિવાસીઓના ઉત્કર્ષ માટે આયખું ઓગાળી નાંખનાર પ્રમુખસ્વામી મહારાજના જન્મોત્સવની ઉજવણી સુરતના ઉપનગર કણાદમાં થશે. જેનો લાભ લેવા ભાવિક ભકતોને આમંત્રણ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here