પીઢ ફિલ્મ અભિનેત્રી વહીદા રહેમાનને દાદા સાહેબ ફાળકે પુરસ્કાર અપાયો

નવી દિલ્હીઃ દિલ્હીમાં 69મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારનું વિજ્ઞાનભવન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 2021માં ફિલ્મ ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન આપનારા કલાકારોને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ સન્માનિત કર્યાં હતા. અહીંના કાર્યક્રમમાં પીઢ ફિલ્મ અભિનેત્રી વહિદા રહેમાનને દાદા સાહેબ ફાળકે પુરસ્કાર આપવામાં આવ્યો હતો, ત્યારે તેઓ ભાવુક થયા હતા.
વહિદા રહેમાનના નામની જાહેરાત સાથે હોલમાં હાજર લોકોએ તેમને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું અને તાલિયોથી તેમનું સ્વાગત કર્યું હતું. બોલીવૂડના લિજન્ડ અભિનેત્રી વહીદા રહેમાન છેલ્લા પાંચ દાયકાની ફિલ્મી કારકિર્દીમાં 100થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. અભિનેત્રીએ આ વર્ષે દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે. પુરસ્કાર પ્રાપ્ત કર્યા પછી વહીદા રહેમાન ભાવુક થતા કહ્યું છે કે પુરસ્કાર મળતા મને ઘણો આનંદ થયો છે અને અહીં સુધી પહોંચી શકે તેના માટે બધાના આભારી છે. લોકોને ખુશ રહેવા અને જીવનમાં જે ઈચ્છે છે એ કરવા માટે સૌને અપીલ કરી હતી.
એના સિવાય આલિયા ભટ્ટે ગંગૂબાઈ કાઠિયાવડી માટે, અલ્લુ અર્જુનને ફિલ્મ પુષ્પા માટે અને કૃતિ સેનનને મિમી ફિલ્મ માટે નેશનલ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. એક બાજુ આલિયા ભટ્ટે ફિલ્મના ડાયરેક્ટર સંજયલીલા ભણસાલીએ અભિનંદન આપ્યા હતા, જ્યારે વહીદા રહેમાને પણ દાદાસાહેબ ફાળકે એવોર્ડ પ્રાપ્ત કરતા આભાર વ્યક્ત કર્યો હતો.
આલિયા ભટ્ટને ગંગુબાઈ કાઠિયાવાડી માટે રાષ્ટ્રીય પુરસ્કારથી નવાજવામાં આવી હતી. આલિયાએ આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે પુરસ્કાર પ્રાપ્ત કરવાથી ગૌરવની લાગણી અનુભવું છું. ફિલ્મના ડિરેક્ટર સંજય ભણસાલીની પ્રશંસા કરી હતી અને હું પહેલાથી તેમને અનુસરુ છું અને તેમની તરફથી મને જે કાંઈ શિખવા મળ્યું છે તેના માટે જેટલો આભાર કરું એટલો ઓછો છે, એવું આલિયાએ જણાવ્યું હતું.
દક્ષિણના જાણીતા અભિનેતા અલ્લુ અર્જુનને પણ રાષ્ટ્રીય પુરસ્કાર અર્પણ કર્યો હતો. હાલમાં મારી ખુશી ડબલ થઈ છે, કારણ કે મને એક કમર્શિયલ ફિલ્મમાંથી નેશનલ એવોર્ડ મળ્યો છે. એના સિવાય અલ્લુ અર્જુને ઝુકેગા નહીં સાલા એ સિગ્નેચર સ્ટેપ કર્યું હતું. કાર્યક્રમમાં અલ્લુ અર્જુન પત્ની સાથે આવ્યો હતો. અહીં આપને એ જણાવવાનું કે કોરોના મહામારી વખતે એવોર્ડના કાર્યક્રમ એક વર્ષથી વિલંબ થઈ રહ્યો છે. આ વર્ષે 2021 માટે પુરસ્કાર આપવામાં આવ્યો હતો, જ્યારે નેશનલ એવોર્ડની જાહેરાત ગયા મહિને સપ્ટેમ્બરમાં કરવામાં આવી હતી. (

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here