ગોપિયો-કનેક્ટિકટ ચેપ્ટર નવમી જૂને છ ભારતીય અમેરિકનોને સન્માનિત કરાશે

(ડાબેથી જમણે) ડો. રોહિત ભલ્લા, પ્રો. સરબાની બાસુ, હસુ પટેલ, શરદ પટની, આશા રંગપ્પા અને પ્રો. કે. સુધીર.

સ્ટેમફોર્ડ (કનેક્ટિકટ)ઃ ધ ગ્બોબલ ઓર્ગેનાઇઝેશન ઓફ પીપલ ઓફ ઇન્ડિયન ઓરિજિન (ગોપિયો) કનેક્ટિકટ ચેપ્ટર દ્વારા કનેક્ટિકટના છ અગ્રણી ભારતીય-અમેરિકનોનું સન્માન કરવામાં આવશે. કનેક્ટિકટના સ્ટેમફોર્ડમાં સ્ટેમફોર્ડ મેરિયોટ હોટેલમાં નવમી જૂન, શનિવારે આયોજિત 12મા વાર્ષિક એવોર્ડ્સ બેન્ક્વેટમાં સમુદાયને આપેલી અપ્રતિમ સેવા બદલ છ અગ્રણીઓને સન્માનિત કરવાામાં આવશે. આ વર્ષના એવોર્ડ પુરસ્કર્તાઓમાં સ્ટેમફોર્ડ હેલ્થના વાઇસ પ્રેસિડન્ટ ડો. રોહિત ભલ્લા, યેલ યુનિવર્સિટીમાં ડિપાર્ટમેન્ટ ઓફ એસ્ટ્રોનોમીના ચેર સરબાની બાસુ, કોમ્યુનિટી સર્વિસ માટે હસુ પટેલ, વીલિન્ક ઇન્ક.ના પ્રેસિડન્ટ-સીઈઓ શરદ પટની, સીએનએન નેશનલ સિક્યુરિટી એનલિસ્ટ આશા રંગપ્પા, જેમ્સ ફ્રેન્ક, પ્રોફેસર ઓફ પ્રાઇવેટ એન્ટરપ્રાઇઝ-મેનેજમેન્ટ એન્ડ માર્કેટિંગના કે. સુધીરનો સમાવેશ કરવામાં આવ્યો હતો. કે. સુધીર હાલમાં માર્કેટિંગ સાયન્સના એડિટર ઇન ચીફ તરીકે ફરજ બજાવે છે.
ગોપિયો-સીટીનાં પ્રેસિડન્ટ અનીતા ભાટે જણાવ્યું હતું કે અમે એવા એવોર્ડીસની પસંદગી કરી છે, જેમણે આપણા સમાજ પર પોતાની છાપ છોડી છે અને જેઓએ સમાજમાં પોતાનું માતબર પ્રદાન આપ્યું છે.
ગોપિયો-સીટી એવોર્ડ્સ કમિટીના ફાઉન્ડર અને ચેરમેન ડો. થોમસ અબ્રાહમે જણાવ્યું હતું કે આપણી નવી પેઢી માટે આ એવોર્ડીસ રોલમોડેલ છે અને કનેક્ટિકટમાં ભારત અને ભારતીય અમેરિકનોની સારી છાપ ઊભી કરવામાં ગોપિયો-સીટીએ ખૂબ જ ઉમદા કામગીરી કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here