એર ઈન્ડિયાના વિમાનનું પાકિસ્તાનના કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ

કરાચી: પાકિસ્તાનના કરાચી એરપોર્ટ પર એર ઈન્ડિયાના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવાઈ હતી. આ વિમાન દુબઈથી અમૃતસર આવી રહ્યું હતું, પરંતુ અચાનક એક પેસેન્જર માટે મેડિકલ ઈમરજન્સીની સ્થિતિ સર્જાઈ. જેના કારણે વિમાનને તાત્કાલિક અસરથી ત્યાં લેન્ડ કરવાની ફરજ પડી હતી. જોકે દર્દીની હાલત બગડતાં તેને તાત્કાલિક સહાય માટે આ વિમાનને કરાચીમાં લેન્ડ કરવામાં આવ્યું હતું. કરાચી એરપોર્ટ પરના ડોક્ટરે જરૂરી દવાઓ લખી અને તબીબી તપાસ કર્યા પછી એરપોર્ટની મેડિકલ ટીમે ટેક ઓફ માટે મંજૂરી આપી. એર ઈન્ડિયા એક્સપ્રેસના પ્રવક્તાએ કહ્યું છે કે વિમાનમાં સવાર એક મુસાફરની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ હતી. મુસાફરની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને, ફ્લાઇટના ક્રૂએ તાત્કાલિક મેડિકલ સારવાર અર્થે નજીકના એરપોર્ટ કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગનો નિર્ણય લીધો હતો. આ પછી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ સ્થાનિક સમય અનુસાર બપોરે 2.30 વાગ્યે કરાચીથી અમૃતસર માટે રવાના થઈ હતી. વિમાને દુબઈથી સવારે 8.51 વાગ્યે ઉડાન ભરી હતી અને સ્થાનિક સમય અનુસાર બપોરે 12.30 વાગ્યે કરાચીમાં લેન્ડ થયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here