પાર્કિન્સન રોગ

પાર્કિન્સન રોગમાં રોગીની પ્રકૃતિ, માનસિકતા અને ભાવનાઓની સમસ્યાને ધ્યાનમાં રાખીને ચિકિત્સા કરવાની જરૂર હોય છે. આ રોગના શિકાર રોગીનો ઇલાજ કરતી વખતે રોગીની શારીરિક, માનસિક, આત્મિક, આધ્યાત્મિક તથા પર્યાવરણ વગેરેને ધ્યાનમાં રાખીને ઇલાજ કરવો જોઈએ. પાર્કિન્સનના રોગીને એવી સંસ્થામાં રાખવા જોઈએ જ્યાં શારીરિક રોગ લક્ષણો જોઈને ઇલાજ કરવા માટે ફિઝિશિયન ડોક્ટર અને ડાયેટિશિયન, મનોવૈજ્ઞાનિક તથા અધ્યાત્મ મનોવૈજ્ઞાનિક, સાઇકોલોજિસ્ટ પણ હોય તેવી સંસ્થામાં ઇલાજ કરવો જોઈએ.
પાર્કિન્સનના રોગીનો ઇલાજ બહુ વિશ્વસનીય રીતે અને વૈજ્ઞાનિક રીતે થવો જોઈએ. તેના માટે ન્યુરોલોજિસ્ટ તથા જેરિયાટ્રિશિયનના સલાહસૂચન અને સહયોગ જરૂરી છે. લોહીના કોષો અને હાર્મોન્સ તથા સીટીસ્કેન, એમઆરઆઇ તપાસ પછી જ પાર્કિન્સન રોગ માટે યોગ્ય ચિકિત્સા થઈ શકે.
રોગીના પરિવારનો ઇતિહાસ પણ જાણવો જરૂરી છે. આ રોગ પેઢી દર પેઢી ચાલવાવાળો રોગ છે, પરંતુ જરૂરી નથી કે પાર્કિન્સનના રોગીના સંતાનને પણ આગળ જતા આ રોગ થાય. પ્રયોગો અને અનુભવના આધારે આ પ્રમાણિત થયું છે. કોઈ પણ ચિકિત્સા પદ્ધતિમાં પ્ પાર્કિન્સન રોગની કોઈ પેટેન્ટ ઔષધિ નથી, પરંતુ આ રોગનાં લક્ષણોના આધારે તે રોગ લક્ષણોને દબાવવાની અથવા ઓછા કરવાની અલગ અલગ દવાઓ આપવામાં આવે છે. પાર્કિન્સન રોગમાં આપવામાં આવતી દવાઓના દુષ્પ્રભાવને ઓછો કરવા માટે અથવા નષ્ટ કરવા માટે અન્ય દવાઓ આપવામાં આવે છે. આમ દવાઓનું દુષ્ચક્ર શરૂ થઈ જાય છે. પાર્કિન્સનનો રોગી આ દવાઓથી હેરાનપરેશાન થઈ જાય છે. પાર્કિન્સન રોગના ઇલાજ માટે અનેક પ્રકારની દવાઓ અને પદ્ધતિઓ શોધવામાં આવી છે, પરંતુ તે બધી જ રોગી માટે ત્રાસદાયક છેે. પાર્કિન્સનના રોગી માટે પ્રાકૃતિક ચિકિત્સા અને પ્રયોગ જ સર્વોત્તમ અને અનુકૂળ છે. આધુનિક ચિકિત્સા પદ્ધતિ અનુસાર પાર્કિન્સન રોગ ઝડપથી વધવા લાગે એટલે રોગીના રોગનાં લક્ષણો અને ઇલાજથી થતા સુધાર કે લાભ પર વારંવાર નિરીક્ષણ કરવું જોઈએ.
પાર્કિન્સન રોગીની સેવાશુશ્રૂષા અને દેખભાળ – પાર્કિન્સનના રોગીનો ઇલાજ બધી જ રીતે સર્વાગીણ દષ્ટિકોણ અપનાવવો જોઈએ. રોગીની દેખભાળ શારીરિક, માનસિક, આધ્યાત્મિક અને આત્મિક દષ્ટિથી પણ જાણવું જોઈએ. રોગી, નર્સ અને ડોક્ટર વચ્ચે પ્રેમભાવ અને આત્મીયતા હોવી જોઈએ. આવા રોગીની ઇચ્છા આંકાક્ષાઓ અને ભાવનાઓનો સન્માન સાથે ઉપચાર કરવો જોઈએ. રોગ બાબતે રોગીના અનુભવો પણ ધ્યાન રાખીને રોગીને આદર સાથે સમજાવવો જોઈએ. રોગીનો ઇલાજ પૂર્ણ વિશ્વાસ અને ભરોસા સાથે કરવો. ચિકિત્સક અને પરિચારકે અત્યંત ધૈર્ય અને આત્મવિશ્વાસ સાથે રોગીની ભાવનાઓને સમજવી જોઈએ. રોગીની ભાવનાઓ સાથે છેડખાની ના થઈ જાય તેનું ધ્યાન રાખવું. નકારાત્મક અને વિધ્વંસાત્મક વિચાર વિકસિત ન કરે તેનું ધ્યાન રાખવું. ચિકિત્સક મનોવિજ્ઞાન, આધ્યાત્મિક મનોવિજ્ઞાનમાં પારંગત અને પાર્કિન્સન જેવા રોગીઓ દેખભાળ, સેવા-શુશ્રૂષા અને ઇલાજમાં વિશેષ શિક્ષણ પ્રાપ્ત કરેલું હોવું જોઈએ, જેથી કરીને રોગીની જરૂરિયાત મુજબ સામાન્ય સૂચના, તાત્કાલિક-આકસ્મિક ઇલાજ અને વ્યાવહારિક સલાહસૂચન આપી શકાય. પાર્કિન્સન રોગીને ભાવાનાત્મક, માનસિક સહારો, પ્રેમ, સન્માન અને સ્નેહની વધારે જરૂર હોય છે. તિરસ્કાર, લાંછન, પીડિત થવાથી કે પ્રેમ ન મળવાથી રોગનાં લક્ષણો ઉગ્ર બને છે. રોગ વધી જાય છે. રોગી અલગ અલગ સંવેગો અને સંવેદનાઓ, ભાવનાઓ, ક્રોધ, ઈર્ષ્યા, દ્વેષ, રોષ, ભય, અપરાધ, હર્ષ શોક, ગમ, પીડા, રિસાઈ જવું વગેરે પ્રવૃત્તિઓની સાથે સાથે ઇલાજ કરનાર ચિકિત્સકે સંતુલન બનાવી રાખવું અત્યંત જરૂરી છે.
ક્યારેક ક્યારેક એવું પણ જોવા મળે છે કે રોગીની દેખભાળ કરનાર પોતે જ ફ્રસ્ટ્રેશન, ડિપ્રેશન, તણાવ અને ચિંતાગ્રસ્ત થઈ જાય એટલે રોગીની દેખભાળની સાથે સાથે પોતાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું પડે, તો જ આ વિકટ પરિસ્થિતિઓ સામે ઝઝૂમવાની શક્તિ મેળવી શકે. પરિચારકે પોતાના જ્ઞાન અને અનુભવથી સમજીને રોગીઓની સારી રીતે દેખભાળ કરવી અને પરિચારકે એમ માનવું જોઈએ કે તે સમાજનું એક મહાન કાર્યમાં પોતાનું અનમોલ યોગદાન દાન કરી રહૃાાં છે. એવા ઘણાંય અનુભવી અને સિદ્ધ સેવા-સમર્પિત કુશળ પરિચારક છે જે લોકો પાર્કિન્સન રોગ માટેનાં સંશોધન, શિક્ષણ અને અન્ય ગતિવિધિઓમાં પોતાનું યોગદાન આપી માનવજાતિના કલ્યાણમાં મહાન ભૂમિકા ભજવી રહ્યા છે. (ક્રમશઃ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here