ગાંધીજીની ૭૬મી પુણ્યતિથિએ ‘ભગવદ્દગીતા’ અને ‘સત્યના પ્રયોગો’ પર આધારિત નૃત્યનાટિકા

અમદાવાદ :  તા.૩૦ જાન્યુઆરીએ ચીનુભાઈ ચીમનલાલ સભાગૃહ(એચ કે.હૉલ), આશ્રમ રોડ,અમદાવાદ ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાત વિદ્યાસભાના સંયુક્ત ઉપક્રમે આત્મકથાકાર, નિબંધકાર, પત્ર લેખક, અનુવાદક અને સામયિક સંપાદક મોહનદાસ કરમચંદ ગાંધીની ૭૬મી પુણ્યતિથિએ સાહિત્યિક વ્યાખ્યાન અને ‘ભગવદ્દગીતા’ અને ‘સત્યના પ્રયોગો’ પર આધારિત નૃત્યનાટિકા ‘ગાંધીગીતા’કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

વરિષ્ઠ લેખક પ્રવીણ ક. લહેરી અને કવિ ભાગ્યેશ જહાએ વક્તવ્ય આપ્યું હતું. રસધ્વનિ દ્વારા નૃત્યનાટિકા ‘ગાંધીગીતા’માં નૃત્યકલાકાર શિવાંગી વિક્રમ,મૃણાલિની મિશ્રા,ખુશી લાંગલીયાએ પ્રસ્તુતિ કરી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ કર્યું અને ધીરેન અવાશિયાએ આભારવિધિ કરી હતી.આ પ્રસંગે સાહિત્યકારો,સાહિત્યપ્રેમીઓ અને કલાપ્રેમીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here