કોરોનાની બીજી લહેર – વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાષ્ટવ્યાપી સંબોધન : મારી રાજય સરકારોને વિનંતી છે કે, તેઓ લોકડાઉનનો અંતિમ વિકલ્પ તરીકે જ ઉપયોગ કરે…

 

    કોરોના વાઈરસની બીજી લહેર સમગ્ર દેશને ઘેરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  જણાવ્યું હતું કે, હાલની સ્થિતિ વધુ ગંભીર છે. છતાં આપણે દેશને લોકડાઉનથી બચાવવાનો છે. મારી તમામ રાજ્ય સરકારોને અપીલ છે કે તેઓ લોકડાઉનનો અંતિમ વિકલ્પ તરીકે જ ઉપયોગ કરે. તેઓ માઈક્રો  કન્ટેન્ટમેન્ટ ઝોન બનાવવા ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરે. આગામી 1લી મેથી દેશમાં 18 વર્ષથી ઉપરની વયના તમામ લોકોને સરકાર તરફથી રસી મફતમાં આપવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. કોરોનાની બીજી લહેર વાવાઝોડું બનીને ભારત પર ત્રાટકી છે. પરંતુ આપણે જનભાગીદારીની તાકાતથી કોરોનાના આ વાવાઝોડાને પરાજિત કરવાનું છે. મારી રાજયની સરકારોને વિનંતી છે કે  તેઓ શ્રમિકોને પણ વેકસીન મળે તેવી વ્યવસ્થા કરે , એમને રસી આપે. એ મને વિશ્વાસ અપાવે કે તેઓ  જયાં છે ત્યાં જ રહે. કામ છોડીને પોતાના વતન જવાની ભાગદોડ ના કરે. દેશના ફાર્મા સેકટરે દવાઓનું ઉત્પાદન અનેકગણું વધારી દીધું છે. આપણ દેશ પાસે મજબૂત ફાર્મા સેકટર છે. જે ખૂબ જ સારી દવાઓ ઝડપથી બનાવી રહ્યું છે. ગમે તેવી કપરી હાલતમાં પણ આપણે ધૈર્ય ગુમાવવાનું નથી. આપણી સામે મોટો પડકારને, જેનો આપણે સાથે મળીને બહાદુરીથી સામનો કરવાનો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here