પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી  પ્રચારમાં થઈ રહી છે રસાકસી ..

 

     ભાજપ અને ટીએમસી – બન્ને લડાયક મિજાજમાં પોતાના ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. આક્ષેપો- પ્રતિ આક્ષેપો, સૂત્રોચ્ચાર, મનઘડંત સમાચારો, એકમેક પર દોષારોપણ અને એકમેકને હંફાવવા માટે હાર- જીતના થતા દાવાઓએ પ. બંગાળના રાજકારણને સદંતર ડહોળી નાખ્યું છે.પ્રચાર- રેલી, મુલાકાતો, ટીવી પરના ઈન્ટરવ્યૂ  અખબારોની મુલાકાતો. વગેરે દ્વારા બન્ને પક્ષના ઉમેદવારો પોતપોતાની રીતે પ્રસિધ્ધિ મેળવવાને સતત પ્રયાસ કરી રહ્યા છે. મમતા બેનરજી અને અમિત શાહ- બન્ને એકમેક પર આક્ષેપોની તલવારબાજી કરી રહ્યા છે. હવે દરેક નેતા પ.બંગાળમાં વિકાસના અને જન- કલ્યાણના કાર્યો કરવાનું, તેમજ સામાન્ય નાગરિકોની જીવન પધ્ધતિમાં સુધાર લાવવાની વાતો કરી રહ્યા છે. સાત થી આઠ તબક્કાઓમાં યોજાનારી પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં કયો પક્ષ બહુમતી મેળવશે એ કહે્વું હાલમાં તો અધરું છે. પરંતુ ચૂંટણી વ્યૂહના અઠંગ ખેલાડી અમિત શાહ આખી પ્રક્રિયામાં સક્રિય રસ લઈને આગળ વધે એ મહત્વનું છે. બાકી મતદાનની પળે બાજી કઈ તરફ પલટી જાય એ કશું કહી શકાય તેમ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here