કોરોનાથી દેશમાં ૩૮૨ ડોક્ટરના મોત, IMA સરકાર પર રોષે ભરાયું

 

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કહેર વચ્ચે જીવ ગુમાવનારા ડોક્ટરોનાં મોતનો આંકડો સંસદમાં જાહેર કરવા માટે સરકારે કરેલા ઈનકાર બાદ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (ત્પ્ખ્) ભડકી ઉઠ્યું છે. સરકારે સંસદમાં કહ્યું હતું કે, કોરોનાથી જીવ ગુમાવનારા કે વાઇરસનો ચેપ જેમને લાગ્યો છે તેવા ડોકટરો અને સ્વાસ્થ્ય કર્મીઓનો ડેટા નથી. એ પછી ત્પ્ખ્ કોરોનાથી જીવ ગુમાવનારા ૩૮૨ ડોક્ટરોનું લિસ્ટ જાહેર કર્યું છે અને તેમને શહીદનો દરજ્જો આપવાની પણ માંગ કરી છે. એસોસિએશનનું કહેવું છે કે, જો સરકાર કોરોનાથી સંક્રમિત થયેલા ડોક્ટરો અને સ્વાસ્થ્ય કર્મીઓનો ડેટા ના રાખતી હોય તો સરકારને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ અને એપેડેમિક એક્ટ લાગુ કરવાનો પણ નૈતિક અધિકાર નથી રહેતો. એક તરફ સરકાર ડોક્ટરોને કોરોના વોરિયર કહે છે અને બીજી તરફ તેમને શહીદનો દરજ્જો આપવાનો પણ ઈનકાર કરે છે. સરકારના રાજ્ય કક્ષાના સ્વાસ્થ્ય મંત્રી અશ્વિની ચૌબેએ કહ્યું હતું કે, સરકાર પાસે આ આંકડા નથી. કારણકે આરોગ્યનો હવાલો જે તે રાજ્ય સરકાર પાસે હોય છે. કેન્દ્ર સ્તરે આ આંકડા એકઠા કરાતા નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here