યુ.કે.ના શેડો નાયબ વડાપ્રધાન એન્જેલા રેનર અને ડેલિગેટ્સે ગાંધી આશ્રમની મુલાકાત લીધી

અમદાવાદઃ ગુજરાતની મુલાકાતે આવેલા યુ.કે.ના શેડો નાયબ વડાપ્રધાન અને લેબર પાર્ટીના ડેપ્યૂટી લીડર એન્જેલા રેનર અને અન્ય ડેલિગેટ્સે અમદાવાદમાં આવેલા ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. ગાંધી આશ્રમની મુલાકાત દરમિયાન સુશ્રી એન્જેલા રેનરે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પ અર્પણ કર્યા હતા. હૃદયકુંજના વિવિધ ખંડો તેમજ ગાંધી આશ્રમ સંગ્રહાલયને નિહાળી તેઓએ ગાંધીજીને પ્રિય એવા ચરખા પર કાંતણ કર્યું હતું. ગાંધી આશ્રમની મુલાકાત દરમિયાન ગાંધી આશ્રમના ટ્રસ્ટી કાર્તિકેય સારાભાઈએ તેમજ ગાંધી આશ્રમના સ્ટાફ દ્વારા સુતરની આંટી પહેરાવીને યુ.કે.ના શેડો નાયબ વડાપ્રધાન એન્જેલા રેનર અને અન્ય ડેલિગેટ્સનું ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યું હતું. ગાંધી આશ્રમના ડિરેક્ટર અતુલ પંડ્યા અને ગાંધી આશ્રમના ડેપ્યુટી ડિરેક્ટર વિરાટ કોઠારી હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here