દિલ્હીમાં હિંસા વકરતી જાય છેઃ ઉત્તર- પૂર્વી દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં દેખો ત્યાં ઠારના આદેશ જારી કરવામાં આવ્યા …નાગરિકતા સંશોધન કાનૂન – સીએએના વિરોધ કરવા શરૂ કરવામાંઆવેલા પ્રદર્શનો હવે ઘોર હિંસાના પાશવી કૃત્યો બનતા જાય છે.. સરકાર કે પોલીસ કશો પણ પરિસ્થિતિ પર કાબૂ મેળવી શકતા નથી..

0
999

 

        નોર્થ ઈસ્ટ દિલ્હીમાં નાગરિકતા સંશોધન કાનૂનનો વિરોધ કરવા માટે જેનો આરંભ કરવામાંન આવ્યો હતો કે વિરોધ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે..માત્ર ચાર દિવસના  ગાળામાં હિંસાએ ભયંકર રૂપ ધારણ કરી લીધું છે. મારામારી, પથ્થરમારો અને આગજનીની અનેક ઘટનાઓ સતત બનતી રહે છે. ઉપરોકત હિંસામાં આશરે 13 વ્યકિતનો ભોગ લેવાઈ ગયો છે. જીવ ગુમાવનારા લોકોમાં પોલીસ કોન્સ્ટેબલ રતનલાલનું નામ પણ સામેલ છે. હિંસાની ઘટનાઓમાં આશરે 200થી વધુ લોકો ઘાયલ થયા છે. તોફાનગ્રસ્ત વિસ્તારોમાં પરિસ્થિતિ અતિ સ્ફોટક છે. રમખાણગ્રસ્ત વિસ્તારોમાં મોટી સંખ્યામાં પોલીસને તહેનાત કરવામાં આવ્યા છે. લશ્કરના જવાનો સાથે સલામત દળની વિશેષ ટૂકડીઓ પણ જોખમકારક વિસ્તારોમાં ગોઠવવામાં આવી છે. નવી દિલહીથી જોડાયેલા ઉત્તરપ્રદેશના વિસ્તારો નોઈડા, ગાજિયાબાદ, હાપુડ, અલીગઢ,, મુઝફ્ફરનગર વગેરે જિલ્લાઓમાં સુરક્ષા વ્યવસ્થાને વધારે કડક બનાવી દેવામાં આવી છે. ગાઝિયાબાદ બોર્ડરને યુપી પોલીસે સિલ કરી દીધી હતી. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની બે દિવસની યાત્રા પર આવ્યા તે પ્રસંગે્ દિલ્હીમાં આ પ્રકારના હિંસાના બનાવો બને તે શોભાસ્પદ નથી. વડાપ્રધાન નરેન્દ્રમોદી અને તેમના વહીવટીતંત્રની છબી કલંકિત કરવાના આશયથી વિરોધીઓ દ્વારા કરવામાં આવેલી ઉશ્કેરણી અને હિંસા માટે જે કોઈ જવાબદાર હોય તેમને સખત સજા કરવામાં આવવી જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here