બ્રિટનમાં પાંચ દાયકા પછી હિન્દુઓને મળ્યું પ્રથમ કાયમી સ્મશાન

લંડન: દાયકાઓના સંઘર્ષ પછી આખરે બ્રિટનમાં હિન્દુઓનું પ્રથમ પર્પસ બિલ્ડ સ્મશાનઘાટ બનાવાશે. અંતિમ સંસ્કારમાં થતા તમામ કર્મકાંડ હિન્દુ ચેરિટી સંસ્થા અનુપમ મિશને તેને સ્વામિનારાયણ મંદિરના કિનારે બનાવવાની માંગ કરી હતી. લગભગ પાંચ દાયકથી આ અભિયાન ચાલતું હતું. આથી, તે માત્ર બ્રિટન જ નહીં પરંતુ સમગ્ર યુરોપમાં પ્રથમ હિન્દુ સ્મશાનઘાટ હશે, જે દક્ષિણ-પૂર્વમાં બકિંઘમશાયરમાં બનશે. અનુપમ મિશનના અનુસાર, સ્મશાન ઘાટનું નિર્માણ હિન્દુ પરંપરાઓને ધ્યાનમાં રાખીને કરાઈ રહ્યું છે. અહીં એક ડાઈનિંગ હોલ, બે વેઈટિંગ રૂમ, બે પ્રાઈવેટ રિચ્યુઅલ રૂમ, એક મોટો હોલ અને સેપરેટ કેન્ટિન પણ હશે. અનેક હિન્દુઓએ વાતચીતમાં કહ્યું કે, હિન્દુ રીત-રિવાજથી અંતિમ સંસ્કાર કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here