અમદાવાદ જગન્નાથજીની રથયાત્રા સંદર્ભે સઘન સુરક્ષા

 

અમદાવાદઃ અમદાવાદમાં કોરોના બાદ ભગવાન જગન્નાથજીની નગરચર્યા શ્રદ્ધાળુઓના દર્શન માટે નીકળશે. બીજી તરફ આતંકી હુમલાની દહેશત અને અલ કાયદા આતંકી સંગઠન દ્વારા રાજ્યમાં ફિદાઈન હુમલા કરવાની ધમકી આપ્યા બાદ હવે અમદાવાદની રથયાત્રામાં પણ સુરક્ષામાં વઘારો કરવામાં આવ્યો છે. જેને પગલે રથયાત્રામાં આ વખતે સુરક્ષામાં ખાસ કરીને અખાડા, ટ્રક, રથ અને દરેક મુવીંગ વસ્તુ પર ઞ્ભ્લ્ ટ્રેકિંગ સિસ્ટમ લગાવવામાં આવશે.

આ રથયાત્રામાં પ્રથમ વખત આકાશી ડ્રોન સર્વેલન્સ વધારો કરી જેટપેક ડ્રોન ઉડાડવા વિચારણા થઈ રહી છે. આ જેટપેક ડ્રોનમાં ટ્રેઈન્ડ વ્યક્તિ ડ્રોન સાથે ઉડશે જે રથયાત્રા માર્ગ પર હવાઈ નિરિક્ષણ કરી શકે. દર વર્ષે રથયાત્રામાં મુવિંગ બંધોબસ્તની જવાબદારી અમદાવાદ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવે છે. ત્યારે પ્રથમ વખત હાઈ ટેકનોલોજીનો ઉપયોગ રથયાત્રા દરમિયાન કરવામાં આવશે તેવું મનાય છે.

ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ચૈતન્ય માંડલીકના જણાવ્યા અનુસાર ધમકીના કારણે સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. દરેક પાસાનો વિચાર કર્યા બાદ સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આ વખતે ખાસ જમીન અને આકાશમાંથી સુરક્ષા વ્યવસ્થા કરવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. ઍક હજારથી વધુ કેમેરા અને ઘ્ઘ્વ્સ્ સર્વેલન્સ રાખવામાં આવી રહ્નાં છે.

પોલીસ દ્વારા તર્કસ ઍપ્લીકેશનમાં  પોલીસ કર્મીઓ જે સ્થળે ઉભા છે તેની આસપાસ કોઈ હિસ્ટ્રીશીટર અસામાજિક તત્વો કે કોઈ ગુનામાં સંડોવાયેલા લોકો નજીકમાં હશે તો તેની જાણ ઍપ્લિકેશનમાં થઈ જશે તે સમયે જો કોઈ અનિચ્છનીય બનાવ બને તો સ્થળ પર હાજર પોલીસને તાત્કાલિક કોનો સંપર્ક કરી ઍલર્ટ જશે સામાન્ય કોન્સ્ટેબલ હોય કે આઇપીઍસ અધિકારી દરેકને ઍક સ્થળ ફાળવવામાં આવશે જેની જગ્યાથી મૂવમેન્ટ તેમના ઉપરી અધિકારીને મળશે. તો બહારથી બંદોબસ્તમાં આવનાર અધિકારીઓને પણ તમામ માહિતીઓ મળી રહે અને સાથે જ જે-તે વિસ્તારના આરોપી, શાંતિ સમિતિના સભ્યોનો ડેટા આ ઍપ્લિકેશનમાં ફિટ કરવામાં આવ્યો છે. 

રાજ્યમાં થોડા સમય પહેલા રામનવમી નિમિત્તે નીકળેલી શોભાયાત્રામાં બનેલી હિંસાની ઘટના બાદ અષાઢી બીજે અમદાવાદમાં નિકળનારી રથયાત્રાને લઈને શહેર પોલીસે ખાસ તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે. બંદોબસ્તમાં જોડાયેલા ૩૦૦૦ સુરક્ષાકર્મીઓનો સુરક્ષાઘેરો તૂટે નહિ માટે ઞ્ભ્લ્ સિસ્ટમનો ઉપયોગ કરાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here