નિર્દોષ વિદ્યાર્થીઓને માટે સુરક્ષાની વ્યવસ્થા કરો – વિદેશપ્રધાન સુષમા સ્વરાજ સમક્ષ રજૂઆત

0
1018

અમેરિકાની અમાન્ય યુનિવર્સિટીઓમાં અજાણતા એડમિશન લેનારા ભારતના વિદ્યાર્થીઓ માટે દેશ- નિકાલ ( અમેરિકા છોડી દેવાની ) થવાની પરિસ્થિતિ સર્જાઈ છે. અમેરિકાનું સરકારી વહીવટીતંત્ર આ  વિદેશી વિદ્યાર્થીઓના વિઝા રદ કરીને તેમને તાત્કાલિક તેમના વતન પરત મોકલી આપશે. આ ભારતીય વિદ્યાર્થીઓમાં મોટાભાગના આન્ધ્ર પ્રદેશના ગ્રામ્ય વિસ્તારના છે. આ વિદ્યાર્થીઓ લેભાગુ અને લાલચુ એજન્ટોની માયાજાળમાં ફસાઈ ગયા છે. કેટલાક જાણકારો એવો મત વ્યક્ત કરી રહ્યા છેકે, યુએસ સરકારે વિદ્યાર્થીઓને વિઝા આપતા અગાઉ અમાન્ય યુનિવર્સિટીઓની યાદી પ્રકાશિત કરવી જોઈએ. આ રીતે અમેરિકામાં ફસાયેલા વિદ્યાર્થીઓને કાયદેસરની સુરક્ષા પ્રદાન કરીને , તેમને માન્ય યુનિવર્સિટીઓમાં પ્રવેશ અપાવવા માટેઆંધ્રપ્રદેશના પ્રતિનિધિઓએ  વિદેશપ્રધાન સુષમા સ્વરાજ સમક્ષ રજૂઆત કરી હોવાનું સત્તાવાર સમાચાર સૂત્રોએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here