જ્યોતિષ રાશિ ભવિષ્ય

મેષ (અ.લ.ઇ.)

આ સમયમાં નાણાકીય સમસ્યાઓનો માર્ગ શોધી શકશો. આવકમાં વૃદ્ધિ થશે. દામ્પત્ય-જીવનના પ્રશ્નો કુનેહપૂર્વક ઉકેલી શકશો. નવીન સમાચારોથી આનંદ સર્જાશે. સ્થાવર-જંગમ મિલકતને લગતા પ્રશ્ર્નોમાં લાભ જણાશે. સ્ત્રીવર્ગ માટે સમય સાનુકૂળ નથી. તબિયત સાચવવી. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન આપવું. તા. ૧૦, ૧૧, ૧૨ સફળ દિવસો પસાર થાય. તા. ૧૩, ૧૪ લાભકારક દિવસો ગણાય. તા. ૧૫, ૧૬ તબિયત સાચવવી.

વૃષભ (બ.વ.ઉ.)

મન વધુપડતું ઉદાસીનતામાં ડૂબી જશે. ઉત્પાત અને ઉગ્રતા પણ વધવા પામશે. સ્વભાવ પણ ચીડિયો થવા સંભાવના ખરી જ. નોકરિયાત વર્ગને કોઈ સારી ઉત્કર્ષદાયી તક પ્રાપ્ત થાય. હિતશત્રુઓ પર વિજય મળશે. ગૃહજીવનમાં શાંતિ સાધવા આપને સહનશીલ બનવા સલાહ છે. ધંધાકીય નવરચના થાય. તા. ૧૦, ૧૧ ઉચાટ, ઉદ્વેગ રહેશે. તા. ૧૨, ૧૩, ૧૪ લાભકારક દિવસો. તા. ૧૫, ૧૬ દરેક રીતે સંભાળવું.

મિથુન (ક.છ.ઘ.)

આ સમયમાં કેટલીક એવી ભૂમિકા કે ઘટના સર્જાશે કે જેથી આવતા સમયમાં આપને મહત્ત્વનો આર્થિક લાભ થાય, જે આપ મેળવી શકશો. માનસિક સ્વસ્થતા વધવા પામશે. મિલન, મુલાકાત પ્રવાસ વગેરે સફળતાથી હાથ ધરી શકાય. વિવાહ ઇચ્છુકો માટે સમય શુભ જણાય છે. વ્યવસાયમાં પ્રગતિ થાય. વડીલોના આરોગ્યની ચિંતા રહે. તા. ૧૦, ૧૧ આર્થિક લાભ થાય. તા. ૧૨, ૧૩, ૧૪ સફળ દિવસો પસાર થાય. તા. ૧૫, ૧૬ શુભ દિવસો ગણાય.

કર્ક (ડ.હ.)

નોકરી યા ધંધાના ક્ષેત્રમાં મોટું પરિવર્તન થવાની શક્યતાઓ જણાય છે. નોકરીમાં સ્થળાંતર પણ શક્ય બને તેમ છે. અલબત્ત, કોઈ મોટું સાહસ કરતાં પહેલાં સો વાર વિચાર કરજો. આર્થિક દ્ષ્ટિએ સમય પ્રતિકૂળ જણાય છે. નાણાભીડ વધવાની સંભાવના ખરી જ. હિતશત્રુઓથી સાચવવું, પ્રવાસ ટાળવો. તા. ૧૦, ૧૧, ૧૨ શુભ દિવસો ગણાય. તા. ૧૩, ૧૪ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. ૧૫, ૧૬ પ્રવાસ ટાળવો.

સિંહ (મ.ટ.)

આ સમયગાળામાં આપને બેચેની અને વ્યથાઓનો અનુભવ થશે. સંતાનો – પરિવાર સાથે ગેરસમજ સાથે વિખવાદ થવાની સંભાવના વિશેષ જણાય છે. માનસિક ઉદ્વેગ જણાશે. આર્થિક બાબતો ખાસ સુધરે તેમ જણાતું નથી. એટલે ખર્ચ કરતાં પહેલાં તેનું યોગ્ય આયોજન કરી લેવું આવશ્યક જણાય છે. તા. ૧૦, ૧૧, ૧૨ ચિંતા ઉદ્વેગ રહેશે. તા. ૧૩, ૧૪ વિવાદ ટાળવો. તા. ૧૫, ૧૬ ઉતાવળા નિર્ણય લેવા નહિ.

કન્યા (પ.ઠ.ણ.)

આ સપ્તાહમાં એકંદરે આપને રાહત જણાય તેવા યોગો છે. સંતાનોના પ્રશ્ર્નો અંગે સાનુકૂળતા જણાશે. આનંદમય બની રહેશો. આનંદદાયી પ્રવ્ાૃત્તિઓ પણ હાથ ધરી શકાશે. અલબત્ત, આરોગ્યની કાળજી રાખવી પડશે. તે સિવાય નોકરી વ્યવસાયના ક્ષેત્રમાં પ્રગતિકારક વાતાવરણ જણાશે. તા. ૧૦ રાહત જણાય. તા. ૧૧, ૧૨, ૧૩ આનંદમય દિવસો પસાર થાય. તા. ૧૪, ૧૫ આરોગ્ય સંભાળવું. તા. ૧૬ શુભ સમાચાર મળે.

તુલા (ર.ત.)

આ સમયમાં આર્થિક ચિંતા સાથે ઉપાધિઓ વધવાની સંભાવના ખરી જ. અણધાર્યા ખર્ચના પ્રસંગો આપને વિશેષ અકળાવે તેવી સંભાવના પણ ખરી જ. વધુ પડતા ખર્ચના ખાડામાં ઊતરી ન જવાય તેની ખાસ કાળજી રાખજો. અંગત વિરોધીઓ – હિતશત્રુઓથી પણ સાવધાન રહેવા સલાહ છે. પ્રવાસ ટાળવો, તા. ૧૦, ૧૧, ૧૨ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. ૧૩, ૧૪ આર્થિક બાબતોમાં ખાસ સંભાળવું. તા. ૧૫, ૧૬ સામાન્ય દિવસો ગણાય.

વૃશ્ચિક (ન.ય.)

આપના ગૃહજીવનના પ્રશ્ર્નો મૂંઝવશે તેનો ઉકેલ ધીરજ અને કુનેહથી લાવવા પ્રયત્ન કરજો. દામ્પત્યજીવનની સમસ્યાઓ ગંભીર સ્વ‚પ ધારણ ન કરે તે પણ જોવું રહ્યું. આરોગ્ય સંભાળવું. ગૃહજીવનમાં વિવાદ ટાળવો. મિલન, મુલાકાત ફળદાયી નીવડે તેમ જણાતું નથી. પ્રવાસ ટાળવો. તબિયતની કાળજી રાખવી. તા. ૧૦, ૧૧, ૧૨ મૂંઝવણ વધશે. તા. ૧૩, ૧૪ દરેક રીતે સંભાળવું, તા. ૧૫, ૧૬ પ્રવાસ ટાળવો.

ધન (ભ.ધ.ફ.ઢ.)

આપનો આ સમય પ્રવાસ પર્યટન તથા માંગલિક-ધાર્મિક કામકાજ માટે મહત્ત્વનો અને સાનુકૂળ જણાય છે. માનસિક બોજો હળવો થશે. સ્નેહીજનો – ભાઈ-ભાંડુ સાથેના મતભેદો દૂર થતા જણાય. દરેક કાર્યમાં આપને સફળતા મળવાની શક્યતાઓ વિશેષ જણાય છે. આર્થિક બાબતોમાં વિચારીને આયોજન કરવું. તા. ૧૦, ૧૧, ૧૨ આનંદમય દિવસો ગણાય. તા. ૧૩, ૧૪ સફળ દિવસો ગણાય. તા. ૧૫, ૧૬ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું.

મકર (ખ.જ.)

આ સપ્તાહમાં દરેક બાબતમાં આપને દરેક રીતે ધ્યાન રાખવું જ‚રી બની રહેશે. દામ્પત્યજીવનની સમસ્યાઓ ગંભીર સ્વ‚પ ધારણ ન કરે તે ખાસ જોજો. આરોગ્ય સાચવવાની પણ સલાહ છે. નોકરિયાત વર્ગ માટે સમય પ્રતિકૂળ જણાય છે. એટલે મનને શાંત રાખવું. ખોટા નિર્ણયો ન લેવાઈ જાય તે માટે ધ્યાન રાખવું. તા. ૧૦, ૧૧, ૧૨ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. ૧૩, ૧૪ આરોગ્ય સાચવવું. તા. ૧૫, ૧૬ શાંતિ રાખવી.

કુંભ (ગ.શ.સ.ષ.)

આ સમયમાં આપને અંતરાયો, ઉપાધિઓ, ચિંતાઓ રહેવાની સાથે સાથે તેમાં કુટુંબીજનોનો સાથ-સહકાર મળવાથી રાહત જણાશે. હિતશત્રુઓથી ચિંતા કરવાની હવે જ‚ર જણાતી નથી. નવી યોજનાઓ હાથ ધરી શકાય. સાઇડ બિઝનેસથી વિશેષ લાભ થવાની શક્યતાઓ ખરી જ. યશ-પ્રતિષ્ઠા વધશે. તા. ૧૦, ૧૧, ૧૨ દરેક રીતે સંભાળવું. તા. ૧૩, ૧૪ લાભકારક દિવસો. તા. ૧૫, ૧૬ ધંધાકીય સાનુકૂળતા જણાય. 

મીન (દ.ચ.ઝ.થ.)

આ સપ્તાહમાં મનના આવેગોને કાબૂમાં રાખજો. વ્યર્થ વાદવિવાદના પ્રશ્ર્નો ઊભા ન થાય તે ખાસ જોજો. કોઈ મોટો ખર્ચ ઊભો થવાની શક્યતાઓ પણ ખરી જ. નોકરિયાત વર્ગ માટે સમય વિશેષ સાનુકૂળ જણાય છે. ગૂંચવાયેલા પ્રશ્ર્નો હલ થવાની સંભાવના પણ ખરી જ. વેપાર-ધંધાના ક્ષેત્રમાં સફળતા અને પ્રગતિ જણાશે. તા. ૧૦, ૧૧, ૧૨ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. ૧૩, ૧૪ ખર્ચાળ દિવસો ગણાય. તા. ૧૫, ૧૬ વેપારમાં લાભ જણાય

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here