નરેન્દ્ર મોદી વિશ્વના ૮મા સૌથી પ્રશંસનીય, વ્લાદિ મીર પુતિન અને જો બાયડેનથી પણ લોકપ્રિય

 

નવી દિલ્હીઃ વડા પ્રધાન મોદીની લોકપ્રિયતાનો ડંકો દુનિયામાં વાગી રહ્યો છે. વિશ્વના સૌથી પ્રશંસનીય (મોસ્ટ એડમાયર્ડ) વ્યક્તિઓની યાદીમાં તેમણે રશિયાના રાષ્ટ્રપતિ પુતીન અને અમેરિકી રાષ્ટ્રપતિ બાઇડેનને પાછળ રાખી દીધા છે. યુજીઓવી દ્વારા આયોજિત વર્ષ ર૦ર૧ની વર્લ્ડ્સ મોસ્ટ એડમાયર્ડ મેનની યાદીમાં વડાપ્રધાન મોદી ૮મા ક્રમે છે. તેમણે વિશ્વના અનેક નેતાઓ વ્લાદિમીર પુતિન, જો બાયડેન, જૈક મા, પોપ ફ્રાન્સિસ, ઈમરાન ખાનને આ યાદીમાં પાછળ રાખી દીધા છે. 

આ યાદીમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા નં.૧ રહ્યા છે. તેમણે વર્ષ ર૦ર૧ના સૌથી પ્રશંસનીય વ્યક્તિ તરીકેને ખિતાબ જીત્યો છે. વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિ એલન મસ્ક બીજા અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ ત્રીજા ક્રમે રહ્યા છે.’ આ યાદીમાં પુતિન ૯મા ક્રમે અને બાયડેન છેક ર૦મા ક્રમે ફેંકાયા છે. પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ૧૩મું સ્થાન મેળવ્યું છે. વર્લ્ડ્સ મોસ્ટ એડમાયર્ડ મેનની યાદીમાં ટોપ ર૦માં સચિન તેંડુલકર (૧ર), શાહરુખ ખાન (૧૪), અમિતાભ બચ્ચન (૧પ) અને વિરાટ કોહલી (૧૮) એ સ્થાન મેળવ્યું છે.

બ્રિટનમાં કોરોનાએ તમામ રેકોર્ડ તોડી નાંખ્યા, એક જ દિવસમાં ૭૮૦૦૦ લોકો સંક્રમિત

નવી દિલ્હીઃ બ્રિટનમાં કોરોનાના દર્દીઓના તમામ રેકોર્ડ તુટી ગયા છે અને છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૭૮,૦૦૦ કેસ સામે આવ્યા બાદ સરકાર હચમચી ગઈ છે.બ્રિટનમાં અત્યાર સુધીમાં એક કરોડ જેટલા લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચુકયા છે. જ્યારે બ્રિટનની વસતી ૬.૭ કરોડ છે.

વડા પ્રધાન બોરિસ જોનસને બ્રિટનમાં કોરોના સંક્રમણની તેજ લહેર સામે ચેતવણી આપી છે. જોકે સરકારે કોરોનાનો ફેલાવો રોકવા માટેના જે સૂચનો કર્યા હતા તેની સામે સંસદમાં ૧૦૦ કરતા વધારે સાંસદોએ મતદાન કરતા સરકારને ઝાટકો લાગ્યો છે.

અધિકારીઓનુ કહેવુ છે કે, બ્રિટન સહિત સમગ્ર યુરોપમાં ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે અને તેના કારણે કોરોના વધારે ફેલાય તેમ છે.વિવિધ દેશોની સરકારો જો કોરોનાને ફેલાતો અટકાવવા માટે પ્રતિબંધો લાગુ કરશે તો લોકોને તહેવારો સમયે નિરાશ થવાનો વારો આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here