રાજકોટના પ્રથમ કોરોના પોઝિટિવ દર્દીની ઘરવાપસી, તબીબોની સારવાર થઈ સફળ

 

રાજકોટઃ ગુજરાતના પ્રથમ રાજકોટના પોઝિટિવ દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે. બુધવારે સવારે કોરોનાથી સાજા થયેલા દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. દર્દીના બંને રિપોર્ટ નેગેટિવ આવતા દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. આજથી ૭ દિવસ આ દર્દીને હોમ ક્વોરોન્ટાઈનમાં રાખવામાં આવશે. 

ગુજરાતમાં જ્યાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો વધી રહ્યો છે, ત્યાં બીજી તરફ રિકવરી થતા દર્દીઓનો આંકડો પણ વધી રહ્યો છે. સમગ્ર ગુજરાત અને રાજકોટમાં પ્રથમ કોરોના વાઇરસ કેસનો દર્દી સાજો થયો છે. રાજકોટના જંગલેશ્વરમાં રહેતા આ શખ્સ ફેબ્રુઆરી માસમાં મક્કા મદીના ગયો હતો. ત્યાંથી પરત ફર્યા બાદ તેને તાવ, સૂકી ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફો થઈ રહી હતી. ત્યાર બાદ ગત ૧૭ તારીખના રોજ તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ૧૮ના રોજ તેનો રિપોર્ટ જામનગર ખાતે મોકલવામાં આવ્યો હતો. તારીખ ૧૯ના રોજ તેનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તેને આઈસોલેશન વોર્ડમાં રાખી ડોક્ટરની ટીમ દ્વારા સઘન સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ અલગ-અલગ પાંચ રિપોર્ટ કરવામાં આવ્યા હતા. જેમાં તારીખ ૩૧ અને ૧ એપ્રિલનો રિપોર્ટ નેગેટીવ આવતા તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે. (ગુજરાત ટાઇમ્સ સંકલન)

૦૦

ગુજરાતમાં કોરોના વાઇરસના કેસો

જિલ્લો

કુલ                   પોઝિટિવ           મોત

અમદાવાદ              ૩૧            

ગાંધીનગર              ૧૧              

રાજકોટ                ૧૦                

સુરત                    ૧૧                  

વડોદરા                  ૯                 

ભાવનગર               ૬               

ગીર સોમનાથ        ૩               

મહેસાણા                              

પોરબંદર              ૩               

કચ્છ                    ૧                

પંચમહાલ            ૧                 

કુલ                   ૮૭                 

(સ્ત્રોતઃ ગુજરાત સરકારનું ડેશબોર્ડ)